લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના થતા આયોજન અંગે જિલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે એ જરૂરી સુચનો કર્યા હતા.
દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલ રતનમહાલ રીછ અભ્યારણ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ભૂવેરો અને અલિન્દ્રાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરિક્ષણ કર્યું હતું અને સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ધાનપુર મામલતદાર રાકેશ મોદી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.