THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના દાસા ગામે તેમના ઘર આંગણે ભારતીય જનતા પાર્ટીની સામાજિક સમરસતા સંમેલન યોજાયું. જેમાં યોગેશદાન ગઢવીએ કસુંબીના રંગે ગાઈ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓના દિલ જીતી લીધા હતા.
કેન્દ્રની મોદી સરકારના ગુડ ગવર્નન્સના આઠ વર્ષના ઉપલક્ષમાં તમામ ભારતમાં વિવિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે તેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ભારતીય જનતા પાર્ટીની એક સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. આ બેઠક સાંસદના ગામ દાસા ખાતે રાખવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સભાના માજી સાંસદ અને ઝાંઝરકા ગાદીના મહંત શંભુનાથ પ્રસાદ, રાષ્ટ્રીય મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો પૂર્વ, પ્રદ્યુમન વાજા, પ્રદેશ અધ્યક્ષ SC મોરચા, ગૌતમભાઈ ગેડીયા, MLA શૈલેષભાઈ ભાભોર, રાજ્ય મંત્રી નીમિશાબેન સુથાર, બચુભાઈ ખાબડ માજી મંત્રી, બીજેપી જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, ઝોન મહામંત્રી કનૈયા કિશોરી, ગુજરાત પ્રદેશના મંત્રી કૈલાશબેન, દાહોદ શહેર મહામંત્રી હિમાંશુ નાગર અને મોટી સંખ્યામાં દાહોદ અને મહીસાગરના અનુસૂચિત જાતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શંકરભાઈ આમલિયારએ કહ્યું હતું કે માનનીય નરેન્દ્રભાઇ મોદી અને સી.આર. પાટીલએ સમાજને સામાજિક સમરસતાના રસ પીરસીને એક કરવાનું કામ કર્યું છે.
જસવંતસિંહ ભાભોર કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પહેલીવાર પ્રદેશ પ્રમુખે સમરસતા સંમેલન કરવાનો આગ્રહ રાખ્યો એ ખૂબ જ આનંદની વાત છે.
શંભુ પ્રસાદજીએ જણાવ્યું હતું કે સમરસતા એ વાત કરવાનો કે ભાષણનો વિષય નથી પણ આચરણનો વિષય છે. આ સંમેલનનો મહત્વનો હેતુ એ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સમરસતાના ભૂમિકાને સમજે અને તેઓ દ્વારા ફળિયા, મોહલ્લા અને ગામડાઓ, શહેરોમાં આ મામલે લોકોમાં જાગૃતિ લાવી અને સમાજમાં સંભાવના માટેની જાગૃતિ લાવે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું એક ભારત શ્રેષ્ઠ ભારતને આપણે સાકાર કરી શકીએ. અને આ સંમેલન પૂર્ણ થયા બાદ દાહોદ સાંસદ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર તથા મહાનુવાઓએ દલિત સમાજના લોકો સાથે મળી ભોજન લીધું હતું