તા.૨૬/૧૨/૨૦૧૮ બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ અલગ-અલગ ક્ષેત્રના ૩૫ વિશિષ્ટ વ્યક્તિઓને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ ના વરદ્દ હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત દેશના ૩૭માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એવોર્ડની એક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી હતી. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રીમતી જ્ઞાનસુધા મિશ્રા અને વરિષ્ઠ પત્રકાર વેદ પ્રકાશ વૈદિક સહિત ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રખ્યાત વ્યક્તિઓ સામેલ હતા.
I.F.I.E.એ આ વર્ષથી જ ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડની શરૂઆત કરી છે. આ એવોર્ડ 115 આશાવાદી જિલ્લાના વિકાસ અને સ્વચ્છતા અભિયાનમાં અહમ ભૂમિકા નીભાવનાર વ્યક્તિઓને એમના શ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ આપનાર સમિતિએ આશાવાદી જિલ્લાના વિકાસની રેન્કિંગને ધ્યાને રાખી તેના માટે કોણી ભૂમિકા મહત્વની રહી છે તે ધ્યાન રાખી આ એવોર્ડ માટે વ્યક્તિઓના પસંદ કર્યા હતા અને જિલ્લાના વિકાસમાં યોગદાનના મૂલ્યાંકન માટે સ્વાસ્થય અને પોષણ, શિક્ષા, ખેતી અને જળ સંસાધન અને કૌશલ વિકાસની સાથેના વિકાસ સહિત પાંચ પ્રમુખ મુદ્દા તૈયાર કર્યા હતા.આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2018 આશાવાદી જિલ્લાઓમાં પરિવર્તન લાવવા માટે આશાવાદી જિલ્લા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ૧૧૫ પછાત જિલ્લાઓને નક્કી કર્યા હતા અને કેન્દ્ર અને રાજ્ય ના સંયુક્ત પ્રયાસ તે જિલ્લાઓમાં વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતા.