દાહોદ જિલ્લા LCB ની ટીમે DSp બલરામ મીણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરી LCB P.I. એમ.કે. ખાંટ નાઓની સૂચના મુજબ આજે તા.૦૯/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ P.S.I. એમ.એફ. ડામોર તથા P.S.I. આર.બી. ઝાલા તથા LCB સ્ટાફની ટીમ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ. દરમિયાન LCB P.I.નાઓને બાતમી હકીકત મળેલ કે એક બુટલેગર દ્વારા એમ.પી.ના કઠીવાડા થી માંડવ તરફ બે 4 વ્હીલર ગાડીમાં જેના રજી. નં. GJ-20 A-3378 બોલેરો તથા GJ-17 N- 8483 મેક્સ ગાડીમાં કેટલોક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી આવનાર છે. જે વાતની હકીકતના આધારે LCB ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબઘ્ધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. સાગટાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ.
આ સાથે પ્રોહી ગુનામાં પકડાયેલ એક આરોપી તથા મહિન્દ્રા કંપનીની મેક્સ ગાડીનો રજીસ્ટર નંબર GJ-17 N- 8483 ચાલક ડ્રાઇવર તથા મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેનો રજીસ્ટર નંબર GJ-20 A-3378 ના ડ્રાઈવર ચાલક પકડાયેલ છે. તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરનાં ટીન કુલ પેટી નંગ 170 જેમાં કુલ બોટલો નંગ 6168 જેની કિંમત રૂપિયા 6,25,152 નો મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલના પરિવહન માટે ઉપયોગમાં લીધેલ બંને ગાડીઓની કુલ કિંમત 5,50,000 મળી કુલ કિંમત રૂપિયા 11,75,152 નો મુદ્દા માલ કબજે કરેલ છે.
આમ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિન્દ્રા 4 વ્હીલર ગાડીઓમાંથી વિદેશી દારૂ કિંમત રૂપિયા 6,25,152 મળી કુલ કિંમત રૂપિયા 11,75152 નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.