Sunday, April 6, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ...

દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
  • કરોડોની કિંમતનું પાણી દાહોદને કુદરતે સાવ મફતમાં આપ્યું !
  • દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ છે, એટલે તેને વેડફવાનો નાગરિકોને કોઇ અધિકાર નથી. – દર્શન ત્રિવેદી
હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે. તેના પરિણામે દાહોદ જિલ્લામાં આવેલા મોટા સાત જળાશયો છલકાઇ ગયા છે. જો એક અંદાજ લગાવવામાં આવે તો આ સાતેય જળાશયોમાં રૂ. ૨૬૨.૩૦ કરોડની કિંમતનું પાણી સંગ્રહિત થયું છે. આટલી કિંમતનું પાણી કુદરતે દાહોદ જિલ્લાને સાવ મફતમાં આપ્યું છે. આ વાત બિલ્કુલ સાચી છે. કુદરતે આપેલા પાણીની કિંમત જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પાણીની કિંમતે આંકવામાં આવે તો રૂ. ૨૬૨.૩૦ કરોડનું મૂલ્ય થવા જાય છે. પાણી પુરવઠા બોર્ડ વર્તમાન સમયે પ્રતિ એક હજાર લિટરે રૂ. ૨નો ચાર્જ વસુલે છે. એટલે કે, પ્રતિ લિટર દીઠ રૂ. ૦.૦૨ની કિંમત થાય છે.
દાહોદ જિલ્લામાં આવેલા જળાશયોની સ્થિતિ જોઇએ તો પાટાડુંગરી ડેમમાં ૪૧૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. જેની કિંમત ઉક્ત ભાવે રૂ. ૮૨.૧૦ કરોડ જેટલી થાય છે. માછનનાલા ડેમમાં ૨૮૧
કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. તેનું ભૌતિક મૂલ્ય રૂ. ૫૬.૨૦ કરોડ થાય છે. એ જ રીતે કબૂતરી ડેમમાં રૂ. ૧૯.૩૬ કરોડનું ૯.૬ કરોડ લિટર પાણી, વાંકલેશ્વર ડેમમાં રૂ. ૧૮.૩૩ કરોડનું ૯.૩૩ કરોડ લિટર પાણી, ઉમરિયા ડેમમાં રૂ. ૨૭.૩ કરોડનું ૧૩૬ કરોડ લિટર પાણી, એડલવાડા ડેમમાં રૂ. ૨૮.૧૬ કરોડનું ૧૪૦ કરોડ લિટર અને કાળી-૨ ડેમમાં રૂ. ૩૦.૫૨ કરોડની કિંમતનું ૧૫૨ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. આ આંકડાનું વિશ્લેષણ સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેશ સુશ્રી ચાર્મી સાગરે કર્યું છે. આ તો વાત થઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવતા ચાર્જની ! પણ, જો તમે બજારમાંથી ખરીદતા પેકેઝ્ડ ડ્રિકિંગ વોટરની કિંમત રૂ. ૧૫ કે રૂ. ૨૦ પ્રતિ લિટર દીઠની ગણો તો જળાશયોમાં સંગ્રહિત પાણીની કિંમત એક હજાર કરોડને પણ વળોટી જાય !
રાજ્ય સરકાર આ પાણીની કિંમત સારી રીતે સમજે છે. એટલે જ છેલ્લા બે વર્ષથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચલાવવામાં આવ્યું અને તેના પરિણામે દાહોદ જિલ્લામાં નાના અને મધ્યમ કદના
જળાશયોની સંગ્રહશક્તિમાં વધારો થયો છે. માનવી પાણી બનાવી શકતો નથી, એટલે એને બિનજરૂરી રીતે વેડફી નાખવાનો કોઇ અધિકાર નથી. તેમ કહેતા કલેક્ટર શ્રી વિજય ખરાડી ઉમેરે છે કે, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ સાચો સિદ્ધાંત છે. આપણી દૈનિક જીવનશૈલીમાં આ ટેવ વિકસાવવી જોઇએ. નાગરિકો સારી રીતે જાણે છે કે જળ એ જીવન છે, જો આપણે અત્યારથી જળસંરક્ષણનું ભગિરથ કાર્ય નહી કરીએ તો ભવિષ્યની પેઢીને માટે મુશ્કેલી સર્જાશે. વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે ત્રીજી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વખતોવખતના પોતાના પ્રવચનમાં એક મહત્વપૂર્ણ વાત કરે છે કે ગુજરાતના બજેટનો એક મોટો હિસ્સો પાણી માટે ખર્ચ થાય છે. એ બજેટનો હિસ્સો શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબોના કલ્યાણ
જેવી યોજનાઓમાંથી કાપીને આપવામાં આવે છે. ત્યારે, પાણીનો આપણે સૌએ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments