દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કાલીયારાય પગાર કેન્દ્ર ના આચાર્ય ભુરીયા પાનસિંહભાઈ તથા વડાપીપળાના આચાર્ય ડામોર મલાભાઈનો વય નિવૃત્તિ કાર્યક્રમ SMC અધ્યક્ષ દલશીંગ ભાઈ ગોંદિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
સિંગવડ તાલુકાના કાલિયારાય શાળાના આચાર્ય તરીકે પોતાની સેવા આપી તા.૩૧/૧૦/૨૦૨૦ ના રોજ વય નિવૃત થતા પગાર કેન્દ્રના શિક્ષકો દ્વારા બંને શિક્ષકમિત્રોનો સન્માન સમારંભ યોજ્યો હતો. જેમાં તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ માનશીંગ ડામોર, શૈક્ષિક સંઘના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ, લીમખેડા સંઘના હિમ્મતસિહ તડવી, સરપંચ સહીત મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા. પગાર કેન્દ્રના શિક્ષકો દ્વારા બંને નિવૃત થતા શિક્ષકને ચાંદીનું ભોરીયું, શાલ તથા કપડાં આપી સન્માનિત કર્યા. જયારે કાલિયારાય શાળાના શિક્ષકો દ્વારા હીંચકો તથા શાલ આપી સન્માનિત કર્યા હતા. જયારે નિવૃત થતા પાનસિંહ ભુરીયા દ્વારા પગાર કેન્દ્રની તમામ શાળાને ઘડિયાળ તથા પોતાની ફરજની શાળાને ભેટ સ્વરૂપે ફ્રિજ આપ્યું હતું. પોતાના સગા સ્નેહીઓ દ્વારા પણ મોટી સંખ્યામાં ભેટ સોગાદ આપવામાં આવી હતી. તમામ કાર્યક્રમનું સફળ સંચાલન CRC હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પગાર કેન્દ્રના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.