THIS NEWS IS APONAORED BY –– SHRI KRIAHNA SWEETS
બદલી પામનારા વિજય ખરાડીએ નવા જિલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા.
દાહોદ જિલ્લાના ૨૦માં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે તા.૨૨/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા. અને ચાર્જ સોંપ્યો હતો. બન્ને અધિકારીઓએ કલેક્ટર કચેરીમાં કાર્યરત મહેસુલી અધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. જેમાં અધિક કલેક્ટર મહેશ દવે સહિત નાયબ કલેક્ટર ઓએ તેમને આવકાર્યા હતા.
ડો. હર્ષિત ગોસાવી મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી MBBS ની પદવી હાંસલ કરી છે. તે બાદ તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પદે કાર્યરત હતા. દાહોદ સ્માર્ટ સિટી કંપનીના મુખ્ય કારોબારી અધિકારી તરીકે પણ કામ કર્યું હોવાના નાતે તેઓ દાહોદથી પરિચિત છે. તેઓ દાહોદ જિલ્લાના ૨૦માં કલેક્ટર છે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ૧૯માં કલેક્ટર તરીકે તા.૦૯/૦૪/૨૦૧૮ ના રોજ ચાર્જ સંભાળનારા વિજય ખરાડીએ દાહોદમાં સૌથી વધુ સમયગાળો કલેક્ટર પદે ફરજ બજાવવાનો વિક્રમ બનાવ્યો છે. એ પૂર્વે દાહોદ જિલ્લાના બીજા કલેક્ટર ઇ.આઇ. કલાસવાએ સૌથી વધુ સમય તા. ૦૮/૦૬/૧૯૯૮ થી તા.૨૭ /૦૨/૨૦૦૧ સુધી ફરજ બજાવી છે.