દાહોદ જિલ્લાની શાળાઓમા આજરોજ ઇકોફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવામા આવી હતી જેમા જીવન જયોત વિદ્યાલય લીટલ માસ્ટર અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા પર્યાવરણની જાળવણી અને પાણીની બચત થાય તે હેતુથી ઇકોફ્રેન્ડલી તીલક હોળીનુ આયોજન કરવામા આવેલ જેમા શાળાના શિક્ષકો દ્વારા બાળકોને તિલક લગાવી હોળીની શુભેચ્છા પાઠવી હતી. તેમજ પર્યાવરણની જાળવણી થાય અને પાણીનો બગાડ ન થાય તેવી સમજ આપી હતી આ અંગે શાળાના આચાર્ય જણાવેલ કે આજે શાળામા થયેલ ઉજવણીના સંદેશો લઇ પોતાના ઘરે જશે અને પોતાના વિસ્તારો અને પરિવારના સબંધીયો સુધી ઇકોફ્રેન્ડલી તિલક હોળી નો સંદેશો પહોંચાડશે તો ધણી હદ સુધી પાણીના બગાડની સાથોસાથ પર્યાવરણની પણ ની પણ જાળવણી થશે.