દાહોદમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ અભિવાદન સમારોહ અને સુશાસન દિવસની ઉજવણી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દાહોદ જિલ્લાની 6 સીટોની જીતના વિજય ઉત્સવ અભિવાદન સમારોહ અને સુશાસન દિવસમાં રહ્યા ઉપસ્થિત પુષ્પવર્ષા સાથે કરાયું ભવ્ય સ્વાગત.
દાહોદમાં આજે છ એ છ વિધાનસભા જીતવાની ખુશીમાં વિજય ઉત્સવમાં અભિવાદન સમારોહમાં મન કી બાત તેમજ અટલ બિહારી બાજપાઈજી ના જન્મ દિવસને સુશાસન દિવસની ઉજવણીમાં ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે દાહોદ જિલ્લાની છ સીટ ઉપર થી જીતેલા ધારાસભ્યો તેમજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ પહેલા મન કી બાતનો કાર્યક્રમ તમામએ લાઈવ માણ્યો હતો.
પહેલા અટલ બિહારી બાજપાઈની તસવીર આગળ દીપ પ્રાગટ્ય કરી શ્રધ્ધાસુમન અર્પિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર એ કર્યું હતું અને ત્યાર પછી તમામ ધારાસભ્ય દ્વારા સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાહોદના સાંસદ જસવંતસિંહએ જણાવ્યું હતું કે સી.આર પાટીલ હવે માત્ર ગુજરાતના નેતા નથી રહ્યા તેઓ દેશના નેતા થઈ ગયા છે. ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ એ કહ્યું હતું કે દાહોદની 6 સીટ ની જીત ત્યારે જ નક્કી થઈ ગઈ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભામાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા દરેક વિધાનસભા ના બુથ સમિતિના કાર્યકર્તાઓ જેમના બૂથમાં વધુ વોટ પડ્યા છે અને એમાં પણ ભાજપને વધુ વોટ અપાવનાર કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
સી.આર પાટીલએ 6 સીટ નો જીતનો પ્રથમ શ્રેય તેમને મતદાતાઓને આપ્યો અને બીજો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે કાર્યો કર્યા છે જેમાં વિશ્વાસ મૂકી અને લોકોએ વોટ આપ્યા છે આ વખતે આદિવાસી જિલ્લામાં 27માંથી 23 સીટ ભાજપ જીતી છે અને ફરી એક વાર કાર્યકર્તાઓ નો આભાર માનું છું જેમને મહેનત કરી આ વિધાનસભા જીતાડી છે અને સાથે સાથે ધારાસભ્યો ને એ પણ કહ્યું હતું કે કોઈ પણ કાર્યકર્તાને કામ માટે આવે તો બેસાડી ના રાખવા અને તાત્કાલિક કામ કરી આપવું અને જો કોઈ પણ કાર્યકર્તાની રજૂઆત સાંભળવામાં ના આવે તો તે સીધા મને સંપર્ક કરી શકે છે. કેમકે તેઓની જીત કાર્યકર્તાઓ ની મહેનત થી જીત છે.