EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લાનો આગામી પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી – ૨૦૧૮ દેવગઢબારીયા તાલુકાના પંચેલા ખાતે યોજનાર છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાનદાર રીતે થાય તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ટેબ્લો મારફતે લોકો સુધી પહોંચે અને તેનો લાભ લઇ શકે તે માટે ટેબ્લોને આકર્ષક, લોકો સમજી શકે તેવા બનાવવા, સસ્કૃતિક કાર્યક્રમો મર્યાદિત સમયમાં પૂર્ણ કરી શકાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું જે તે વિભાગે વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારી-કર્મચારીઓનું સન્માન કરવું, સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન અને સ્થળ પર લાવવા લઇ જવાની વ્યવસ્થા કરવી. તાલુકાની સરકારી કચેરીઓની ઉપસ્થિત મહાનુભાવો દ્રારા નિરિક્ષણ કરવામાં આવશે. તેનું આગોતરું આયોજન કરવા અને બાળકોને દુધ વિતરણ કરવા જણાવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક અંગેની ઉજવણીનું સ્થળ નેશનલ-હાઇવે નજીક હોવાથી પાર્કિગની વ્યવસ્થાની ખાસ કાળજી રાખવી પડશે.
સમગ્ર બેઠકમાં સંચાલન કરતાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.એમ.ખાંટે જણાવ્યુ હતું કે બેઠકમાં પ્રભાત ફેરી, પાણીની વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, બાળકોને દૂધ વિતરણ, આરોગ્યની વ્યવસ્થા, પોલીસ પરેડ, સાંસ્કૃતિ કાર્યક્રમ સહિત અન્ય વિશિષ કામગીરી કરનારને ઇનામ વિતરણ તથા સન્માન પત્ર વિતરણ કરવાના સંબંધિત અધિકારીઓને સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જુદા જુદા વિભાગના ૧૬ જેટલા ટેબ્લો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપતિ વ્યવસ્થાપન સંદર્ભે પણ ટેબલો યોજાય તો તેનો સંદેશો લોકો સુધી પહોંચે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીર સિંઘ, દેવગઢબારીયા પ્રાંત અધિકારીશ્રી તથા જિલ્લાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.