THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં જે દિવસથી UNLOCK – 2 લાગ્યું છે, તે દિવસથી લઈને આજ દિન સુધી દાહોદ જિલ્લા અને શહેરમાં કોરોના સંક્રમણનો પ્રકોપ તેની પરાકાષ્ઠા એ પહોચી ગયો છે. અને દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તેના કેસ વધવા લાગ્યા છે તે બાબતને લઈને આજે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આજે તા.૨૪/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ કુલ ૧૮ વ્યક્તિઓને કોરોના મહામારીએ ચપેટમાં લીધા છે. આ સાથે કુલ ૧૮ લોકો ઉપર કોરોનાનો બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ એટલા વધી રહ્યા છે કે દાહોદ પણ ચીનનું વુહાન બનવા તરફ વધી રહ્યું હોય તેમ જણાય છે. લોકોમાં લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે.
આજે તા.૨૪/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ કુલ ૧૮ વ્યક્તિઓ કોરોના મહામારીની ચપેટમાં આવી જવાના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૨૪/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ કુલ ૧૮ જેટલા કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૯૯ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૯૯ સેમ્પલ પૈકી ૧૮૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ તા.૨૪/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૮ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) મિલનભાઈ મહેન્દ્રભાઈ દોશી, ઉ.વ. ૫૧ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૨) નિલેશકુમાર કનૈયાલાલ કડકિયા, ઉ.વ. ૫૨ વર્ષ, રહે. દેસાઈવાડા, દાહોદ, (૩) મોહમ્મદકાદિર અબ્દુલરસિદ શેખ, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૪) કૈલાશચંદ્ર બદ્રીપ્રસાદ ખંડેલવાલ, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૫) કલ્યાણદાસ લીલારામ રામચંદાની, ઉ.વ. ૮૨ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૬) પ્રકાશભાઈ કલ્યાણદાસ રામચંદાની, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૭) મનીષા ભાનુપ્રસાદ શાહ, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. ઇન્દોર હાઇવે, દાહોદ, (૮) ભાનુપ્રસાદ જયનારાયણ શાહ, ઉ.વ. ૬૨ વર્ષ, રહે. ઇન્દોર હાઇવે, દાહોદ, (૯) અનિલભાઈ લક્ષ્મીભાઈ દોશી, ઉ.વ. ૫૪ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૦) મુકુંદભાઈ શંકરભાઇ કામલે, ઉ.વ. ૭૫ વર્ષ, રહે. હરિજનવાસ, દાહોદ, (૧૧) પંકજભાઈ લાલાભાઈ વણઝારા, ઉ.વ. ૨૪ વર્ષ, રહે. ડી’ કેબીન, દાહોદ, (૧૨) માધવીબેન કૃષ્ણકાંત શાહ, ઉ.વ. ૨૩ વર્ષ, રહે. ઇન્દોર હાઇવે, દાહોદ, (૧૩) દશરથભાઈ નગીનભાઈ ડામોર, ઉ.વ. ૬૧ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૧૪) દાદુભાઈ બુરહનભાઈ મુલ્લાંમીઠાવાલા, ઉ.વ. ૩૯ વર્ષ, રહે. સંજેલી, જી. દાહોદ, (૧૫) હરેન્દ્રભાઈ દલસુખભાઈ શાહ, ઉ.વ. ૭૩ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદ, (૧૬) મુબીનાબેન હુસેનીભાઈ હોશિયાર, ઉ.વ. ૫૪ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદ, (૧૭) સુનિલભાઈ રામચંદ્રભાઈ લખારા, ઉ.વ. ૩૯ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદ, (૧૮) ફારૂક મહંમદહુસેન ભરીયાર, ઉ.વ. ૨૬ વર્ષ, રહે. ઝાલોદ, જી. દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ ૧૮ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં ૧૩ ઝાલોદ તાલુકામાં ૦૪ અને સંજેલી તાલુકામાં ૦૧ વ્યક્તિ મળીને કુલ – ૧૮ પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૩૬૯ થઈ છે. થોડી વાર પહેલા જ મળેલી માહિતીને આધારે સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ ૧૬ દર્દીઓ સાજા થતા કુલ ૧૩૯ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૦૮ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૫ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૧૭ લોકો મળી કુલ મૃત્યુ આંક ૨૨ ઉપર પહોંચી ગયો છે.