દાહોદ જીલ્લામાં આજે તા. 02/08/2020 ને રવિવાર ના રોજ 07 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે શહેર સહીત જિલ્લામાં હાશકારો અનુભવ્યો હતો. ત્યારે આ 07 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ આવતાની સાથે જ બીજા 10 વધુ વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા આજ રોજ કુલ 17 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે. દાહોદ જિલ્લામાં ગત 24 કલાકમાં કુલ 104 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો આજે રિપોર્ટ આવતા કુલ 104 પૈકી 97 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 07 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે રેપિડ ટેસ્ટમાં કુલ 120 વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાં 10 વ્યક્તિઓના સેમ્પલનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ રેપિડ ટેસ્ટના રિપોર્ટ આવતા કુલ આંકડો 616 પર પહોંચી ચુક્યો છે. અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને 286 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ 36 વ્યક્તિઓ મળીને કુલ 40 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટ્યું હતુ. જેથી દાહોદ શહેર જિલ્લામાં હાશકારો અનુભવાયો હતો.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા કલેક્ટ કરેલ અને આજના રેપિડ ટેસ્ટ મળી કુલ 224 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 207 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 17 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) પરમેશ્વરીબેન ઇશ્વરલાલ કેવલાણી, ઉ.વ. 58 વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (2) સીરાજ સૈફુદ્દીન કથીરીયા, ઉ.વ. 72 વર્ષ, ગોદી રોડ, દાહોદ, (3) અગ્રવાલ મુરલીભાઈ મગનલાલ, ઉ.વ. 64 વર્ષ, લુહારવાડા ફળિયું, ઝાલોદ, જી. દાહોદ, (4) કલાબેન જયંતિભાઈ પ્રજાપતિ, ઉ.વ. 55 વર્ષ, વરોડ, તા. ઝાલોદ, જી. દાહોદ, (5) ભીમજી એમ. ભરવાડ, ઉ.વ. 38 વર્ષ, ભરવાડ ફળિયું, પંચેલા, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (6) પંકજ એ. ભરવાડ, ઉ.વ. 28 વર્ષ, ભરવાડ ફળિયું, પંચેલા, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (7) બ્રિજેશ બી. ભરવાડ, ઉ.વ. 15 વર્ષ, ભરવાડ ફળિયું, પંચેલા, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, તેમજ રેપિડ ટેસ્ટમાં (8) રુદ્ર ગૌરાંગ પટેલ, ઉ.વ. 12 વર્ષ, પડાવ, દાહોદ, (9) નિર્મલાબેન મહેન્દ્રભાઈ સોલંકી, ઉ.વ. 47 વર્ષ, નવરંગ સોસાયટી, ગોધરા રોડ, દાહોદ, (10) શબ્બીરભાઈ સૈઉદ્દીનભાઈ દલાલ, ઉ.વ. 65 વર્ષ, ધોબીવાડ, દાહોદ, (11) ઇલ્યાસ યુસુફ જીનીયા, ઉ.વ. 30 વર્ષ, નવજીવન મિલ – 2 રોડ, દાહોદ, (12) તસનીમ અબ્બાસ ભાટીયા, ઉ.વ. 47 વર્ષ, હુસેની મહોલ્લા, દાહોદ, (13) નિલેશ શામળદાસ પરમાર, ઉ.વ. 52 વર્ષ, દરજી સોસાયટી, દાહોદ, (14) નિસર્ગ નિલેશ પરમાર, ઉ.વ. 26 વર્ષ, દરજી સોસાયટી, દાહોદ, (15) શ્રુતિબેન દિનેશભાઇ પંચાલ, ઉ.વ. 19 વર્ષ, લુહારવાડા, ઝાલોદ, જી.દાહોદ, (16) કેયુરભાઈ મિલનભાઈ શ્રીમાળી, ઉ.વ. 23 વર્ષ, રામ દ્વારા પાસે, ઝાલોદ, જી.દાહોદ, (17) નગીનદાસ પન્નાલાલ જયસ્વાલ, ઉ.વ. 79 વર્ષ, દેવગઢ બારીયા, જી. દાહોદનાઓ મળી કુલ 17 જેટલાં પોજીટીવ કેસો નોંધાતા આજે દાહોદ શહેર અને જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો થતા હાશકારો ફેલાઈ જવા પામ્યો છે. આ તમામ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ આ દરેકની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્ક માં આવેલ છે. તેની માહિતી એકત્ર કરવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર આ કાર્યમાં જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેંટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજ રોજ દાહોદ જિલ્લામાં 17 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 616 થઈ છે અને આજ રોજ કુલ 24 વ્યક્તિસરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં રોજ કુુુલ 291 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 286 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે કુલ 36 વ્યક્તિઓ મળીને કુલ 40 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.