Thursday, January 2, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદાહોદ જિલ્લામાં આજે ૧૧૭ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ 2 ઓવર બ્રીજનું...

દાહોદ જિલ્લામાં આજે ૧૧૭ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ 2 ઓવર બ્રીજનું સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે કર્યુ લોકાર્પણ

દાહોદ જિલ્લામાં આજે ₹ 117 કરોડના ખર્ચે તૈયાર બે ઓવરબ્રિજ જેમાં 50 ટકા ગુજરાત સરકાર અને 50 ટકા કેન્દ્રની મોદી સરકારની ભાગીદારીથી નિર્માણ થયેલ ઓવર બ્રિજનું સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડના વરદ હસ્તે થયું લોકાર્પણ. દાહોદ જિલ્લો બન્યો ફાટક મુક્ત

આજે દાહોદ જિલ્લામાં બે નવીન ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલો ઓવર બ્રિજ પીપલોદ L.C. ગેટ 28 પીપલોદ અને રણધીકપુરના, ગોઠીબ, ફતેપુરાના જોડતો ઓવરબ્રિજ છે. વર્ષોથી લોકો માટે મોટી સમસ્યા હતી અને ફાટકના કારણે ઘણી બધી વાર ઈમરજન્સી સમયે મુશ્કેલીઓ પડતી હતી તે બધી મુશ્કેલીઓને નિવારવા તેમજ લોકોને કાયમી પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવાના હેતુથી આ બ્રિજ ₹. 59 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બીજું લોકાર્પણ બોરડી ગામે આવેલ ફાટક ઉપર ₹. 58 કરોડના ના ખર્ચે બનાવેલ નવીન ઓવર બ્રિજનું કરવામાં આવ્યું હતું. દાહોદ થી નવાગામ ટાંડા અને દાહોદ તાલુકા થી મધ્યપ્રદેશ જવાના માર્ગ ઉપર રંભાપુર વાળા રસ્તા ઉપર આવેલ આ બોરડી ઓવર બ્રિજ દાહોદ થી બોરડી નવાગામ ટાંડા જતા આવતા લોકોને જે વર્ષો જૂની સમસ્યા હતી અને ફાટકો ઉપર લોકોને કલાકો સુધીનો સમય આવવા જવામાં રોકાવું પડતું હતું તેમાં તેઓનો સમય વેડફાતો હતો અને ઇમરજન્સી સમયમાં આ રસ્તે આવવામાં રાત્રે આવવા જવામાં મુશ્કેલી પડતી હતી અને વર્ષોથી લોકોની રજૂઆત હતી કે આ બંને ફાટકો ઉપર ઓવરબ્રિજ બને, પરંતુ કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અને દાહોદ જિલ્લાના સાંસદ દ્વારા રજૂઆત કરતા તેની મંજૂરી મળી હતી અને આજે બંને ઓવરબ્રિજ બની અને તૈયાર થઈ ગયા છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બોરડી ફાટક પર ના ઓવરબ્રીજ નું લોકાર્પણ માન. સાંસદસભ્ય જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, દાહોદ વિધાન સભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડા વિધાન સભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments