THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ વધતા આજે ફરી નવા 18 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના મહામારી ક્યારે થંભશે તે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે બહુ મોટા માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત ચોવીસ કલાક દરમિયાન એકઠા કરેલા કુલ 195 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેના આજે તા.30/07/2020 ને બુધવારના રોજ રિપોર્ટ આવતા કુલ 195 સેમ્પલો પૈકી 177 લોકોના રિપોર્ટ નેગેટિવ આવેલ અને કુલ 18 વ્યક્તિઓનો કોરોના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી. આજ રોજ દાહોદમાં જે 18 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમાં દાહોદ શહેરના કુલ – 15 લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે ઝાલોદ તાલુકાના – 01, ગરબાડા તાલુકામાં – 01 અને રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના સાગવાડા નો 01 વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ જાહેર થયા છે. તે માટે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માસ સ્ક્રિનિંગ માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ દાહોદ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ પોતાનું અજગર રૂપી મોઢું ખોલી હાહાકાર મચાવતા ૩૩ વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં લઈ લીધા છે જેઓના નામ : (૧) અઝીઝભાઈ અઝગરભાઈ મુલ્લામીઠા, 70 વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૨) સોહિની સુભાષચંદ્ર શેઠ, 70 વર્ષ, હરિરાય સોસાયટી, દાહોદ, (૩) મુનિરાબેન જોયબભાઈ કંજેટાવાલા, 61 વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૪) સાધનાબેન વિપુલકુમાર શાહ, 52 વર્ષ, ભાગ્યોદય સોસાયટી, દાહોદ, (૫) વિપુલકુમાર કેશવલાલ શાહ, 58 વર્ષ, ભાગ્યોદય સોસાયટી, દાહોદ, (૬) ભરતકુમાર રણછોડલાલ પંચાલ, 57 વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (૭) સાબેરાબેન જૈનઉદ્દીનભાઈ પેથાપુરવાલા, 60 વર્ષ, દેસાઇવાડા, દાહોદ, (૮) દિલીપભાઈ જમનાભાઈ દેસાઈ, 70 વર્ષ, દેસાઈવાડા, દાહોદ, (૯) રેસા નજીમભાઈ મોગલ, 31 વર્ષ, વણઝારવાડ, દાહોદ, (૧૦) રેસા નજીમભાઈ મોગલ, 50 વર્ષ, વણઝારવાડ, દાહોદ, (૧૧) ઉર્જા આકાશભાઈ સોની, 24 વર્ષ, દૌલત ગંજ બજાર, દાહોદ, (૧૨) મહોમ્મદ કાઈદજોહર નગદી, 26 વર્ષ, સુજાઈબાગ, દાહોદ, (૧૩) કુતબુદ્દીન સાદિક ભગત, 12 વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૧૪) નફીસા હુસૈની ભગત, 62 વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૧૫) સુરેશચંદ્ર ગિરધારીલાલ શેઠ, 70 વર્ષ, અગ્રવાલ સોસાયટી, દાહોદ, (૧૬) અભિષેક સંજયભાઈ સોની, 15 વર્ષ, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૧૭) તુષારભાઈ પ્રફુલ્લભાઈ ચૌહાણ, 31 વર્ષ, જેસાવાડા, તા. ગરબાડા, જી. દાહોદ, (૧૮) સુગરાબેન મોઇઝભાઈ ઉજ્જૈનવાલા, 70 વર્ષ, સાગવાડા, જી. બાંસવાડા, રાજસ્થાનનાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ પોઝીટીવ આવેલા વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાનું આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં 15, ઝાલોદ તાલુકામાં 01 અને ગરબાડા તાલુકામાં 01 અને રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના સાગવાડા નો 01 વ્યક્તિ મળીને કુલ 18 વ્યક્તિઓને પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 540 થઈ છે. સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ 09 દર્દીઓ સાજા થતા કુલ 196 લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 310 થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા 30 લોકો મળી કુલ મૃત્યુ આંક 34 ઉપર પહોંચી ગયો છે.