Sunday, February 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં આજ રોજ કોરોના પોઝીટીવનો આંકડો આંઠ સદી પાર પહોંચ્યો, એક્ટિવ...

દાહોદ જિલ્લામાં આજ રોજ કોરોના પોઝીટીવનો આંકડો આંઠ સદી પાર પહોંચ્યો, એક્ટિવ કેસની સંખ્યા ૨૦૩ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૧૨/૦૮/૨૦૨૦ ને બુધવાર ના રોજ RTPCR ૦૮ અને રેેેપીડ ટેસ્ટના ૧૩ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે થોડો ઘટ્યો છે. અને આજે કુલ ૨૧ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૮૦૫ પર પહોંચી ચુક્યો છે. જ્યારે ૧૮ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૨૦૩ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૪૬ વ્યક્તિઓ સાથે કુલ ૫૦ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી રાહત અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ
RTPCR ૨૪૬ સેમ્પલો પૈકી ૦૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટમાં ૯૦૮ લોકોના સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૧૩ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR ના ૨૪૬ અને રેપીડના ૯૦૮ મળી કુલ ૧૧૫૪ વ્યક્તિઓના રિપોર્ટ પૈકી ૧૧૩૩ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૨૧ વ્યક્તિઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) ફાતેમા કુતુબુદ્દીન પીટોલવાલા, (૨) રાજેશ રજનીકાંત શાહ, (૩) મુકેશ રમણલાલ પંચાલ, (૪) ભવરલાલ જમનાલાલ ચૌહાણ (૫) નિર્મળાબેન કિરણભાઈ રાવત, (૬) ઇલાબેન કિરણભાઈ રાવત, (૭) ભરતભાઇ વેસ્તાભાઈ ચારેલ, (૮) મહેશ બી. પટેલ અને રેપિડ ટેસ્ટમાં : (૧) વીણાબેન એચ. ત્રિપાઠી, (૨) અજય કનકસિંગ સોલંકી, (૩) મુકેશ અમૃતલાલ દેસાઈ, (૪) કવિતાબેન લવેન્દ્ર કેસાવર, (૫) પ્રદીપભાઈ નગીનભાઈ કોડિયા, (૬) શિરીષભાઈ છગનભાઇ પંચાલ, (૭) મિલન શિરીષભાઈ પંચાલ, (૮) અનિલાબેન શિરીષભાઈ પંચાલ, (૯) રાજેશ રતિલાલ પરમાર, (૧૦) મીનાક્ષીબેન મહેશભાઈ સાંવરિયા, (૧૧) નંદિનીબેન મહેશભાઈ સાંવરિયા, (૧૨) મોહનભાઇ હીરાલાલ પ્રજાપતિ, (૧૩) મુકેશ મોહનભાઇ બામણનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદમાં ૧૨, ઝાલોદ તાલુકામાં ૦૧, ગરબાડા તાલુકામાં ૦૨, સંજેલી તાલુકામાં ૦૩ અને દેવગઢ બારીયા તાલુકામાં ૦૩ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૧ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૧૬૭૭૫ લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૧૫૫૧૬ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૨૧ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૮૦૫ પર પહોંચી ગઈ છે.અને આજ રોજ કુલ ૧૮ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૫૫૨ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૦૩ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૪૬ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૦ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments