THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સનાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ વિશે ઓબ્ઝવર્સનાઓને વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે સઘન સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે ગત રોજ તા.૧૭/૧૧/૨૦૨૨ ને ગુરુવારના યોજાયેલી બેઠકમાં જનરલ ઓબ્ઝવર્સ રીષિરેન્દ્ર કુમાર, સચીન્દ્ર પ્રતાપસિંહ, સુનીલ શર્મા તેમજ એક્સપેન્ડીચર ઓબ્ઝવર્સ મૃત્યુજંય સૈની, લવીશ શૈલી અને પોલીસ ઓબ્ઝવર્સ સતીષ કુમાર ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION
જિલ્લામાં સંવેદનશીલ બુથ મથકો, ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારો, રોજગારી માટે સ્થળાંતર કરનારા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવા તેમણે સૂચન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વિગતે માહિતી આપી હતી. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો ખાતેની સુરક્ષા વ્યવસ્થા, પોલીસ દ્વારા ફૂટ માર્ચ, સઘન ચેકીગ તેમજ મતદાન મથકોના લાઇવ વેબકાસ્ટીંગ સહિતની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આપી હતી. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.