Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં કોરોનાની રોજે રોજ સર્જાય છે હારમાળા : આજ રોજ વધુ...

દાહોદ જિલ્લામાં કોરોનાની રોજે રોજ સર્જાય છે હારમાળા : આજ રોજ વધુ ૧૨ કોરોના પોઝીટીવ જાહેર, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૧ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લામાં હવે તો રોજેરોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. આજે તા.૧૫/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ જવલ્લે ૧૨ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૨ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા ૩૬ કલાકમાં કુલ ૪૭ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૭૮ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૭૮ સેમ્પલ પૈકી ૧૬૬ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૨ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

સમગ્ર ભારત માં જે દિવસથી અનલોક – ૨ શરૂ થયું છે તે દિવસથી લઈને આજ દિન સુધીમાં કોરોના મહામારીએ દાહોદ શહેર અને જીલ્લામાં ભારે માથું ઊચું કર્યું છે. અને રોજે રોજ આવતા કોરોના પોઝીટીવ કેસની હારમાળા સર્જાવવા લાગી છે. આ કોરોના મહામારીના કારણે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર સૂચનો પણ કરવામાં આવે છે, કે કારણ વગર ઘરની બહાર ન નીકળો પરતું લોકો આ બાબતને લોકો ગંભીરતાથી લેતા નથી માટે જ દાહોદ શહેર અને જિલ્લાને આનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. અને છેલ્લા કેટલાય દિવસથી નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, ગૌશાળા, ઘાંચીવાડા, દેસાઈવાડામાં તથા હાલમાં જ ગોધરા રોડ, સ્ટેશન રોડ અને ગોદી રોડ અને આજે લક્ષ્મી નગર ઉપર પણ કેસ વધતાં આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. અને આ દરેક વિસ્તારમાં જો લોકો સાવચેતી નહીં રાખે તો પરિસ્થિતી વિકટ બનતા વાર નહીં લાગે અને આ તમામ વિસ્તારોને હોટ સ્પોટ બનતા કોઈ રોકી શકશે નહીં.

 THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

આજ રોજ તા.૧૫/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૨ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ગોવિંદેયજન શ્રીનિવાસન આચાર્ય, ઉ.વ. – ૬૩ વર્ષ રહે. ગોધરા રોડ, દાહોદ, (૨) ભુપેન્દ્રભાઈ અંબાલાલ શાહ, ઉ.વ. ૭૮ વર્ષ, રહે. શાંતિ સદન સોસાયટી, દાહોદ, (૩) સુમિત કિરીટકુમાર દોશી, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. હરસોલાવાડ, દાહોદ, (૪) સુમિત્રાબેન બાબુલાલ મકવાણા, ઉ.વ. ૫૩ વર્ષ, રહે. લક્ષ્મી નગર, દાહોદ, (૫) કૃણાલ વિનોદચંદ્ર ચૌહાણ, ઉ.વ. ૩૯ વર્ષ, રહે. દૌલતગંજ બજાર, દાહોદ, (૬) વિજયકુમાર દશરથકુમાર અંદાની ઉ.વ. ૪૯ વર્ષ, રહે. (૭) મહેશ જવાહરલાલ ગુરનાની ઉ.વ. ૪૩ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ (૮) ઉષાબેન ગગુભાઈ ભૂરીયા ઉ.વ. ૨૧ વર્ષ, રહે. ઉછવાણિયા હનુમાન, દાહોદ, (૯) હસુમુખભાઈ પ્રજાપતિ ઉ.વ. ૪૬ વર્ષ રહે. બલૈયા, તા. ફતેપુરા, જિ. દાહોદ, (૧૦) બ્રહ્માકુમારી નિતાબેન લાલુભાઈ ઉ.વ. ૫૨ વર્ષ રહે. પાછલા ફળિયું, ફતેપુરા, તા.ફતેપુરા, જિ. દાહોદ, (૧૧) દેવાંગ પ્રિયકાંત ઉપાધ્યાય ઉ.વ. ૫૪ વર્ષ રહે. પાછલા ફળિયું, ફતેપુરા, તા.ફતેપુરા, જિ. દાહોદ, (૧૨) હેલીબેન વિકેશભાઈ પટેલ ઉ.વ. ૧૦ વર્ષ, રહે. પાછલા ફળિયું, ફતેપુરા, તા.ફતેપુરા, જિ. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ ૧૨ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માથી આજે સરકારની ગાઈડલાઇન મુજબ પાંચ વ્યક્તિઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી છે. અને અન્ય ૦૮ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. આ તમામને પણ હોમ આઇસોલેશન રહેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં –  ૦૮  અને ફતેપુરા તાલુકામાં –  ૦૪  પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા  ૧૮૨  થઈ છે. જેમાંથી આજે  ૦૫  વ્યક્તિ સરકાર ની ગાઈડ લાઇન મુજબ સાજા થયેલા જાહેર કરતા અને અન્ય  ૦૮  વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરતાં કુલ  ૮૧  લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા  ૯૧  થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો  ૧૦  થયો છે. હાલમાં ઊડતી માહિતીના આધારે જાણવા મળેલ છે કે બલૈયાના હસુમુખભાઇ પ્રજાપતિ કે જેઓ બોડેલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments