THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ વધતા આજે ફરી નવા ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના મહામારી રૂપી યમરાજ કયારે થાંભશે તે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે બહુ મોટો ચિંતાનો વિષય થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત ચોવીસ કલાક દરમિયાન એકઠા કરેલા કુલ ૧૮૯ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેના આજે તા.૨૭/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ રિપોર્ટ આવતા કુલ ૧૮૯ સેમ્પલો પૈકી ૧૬૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવેલ અને કુલ ૨૭ વ્યક્તિઓનો કોરોના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી. આજ રોજ દાહોદમાં જે ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમાં દાહોદ શહેરના કુલ – ૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે ઝાલોદ તાલુકાના – ૦૩, ગરબાડા તાલુકામાં – ૦૧, તથા મહીસાગર જિલ્લાના સંતરામપુરના – ૦૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ જાહેર થયા છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ દાહોદ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ પોતાનું અજગર રૂપી મોઢું ખોલી હાહાકાર મચાવતા ૨૭ વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં લઈ લીધા છે જેઓના નામ : (૧) રુચિતા જ્વલન પંચાલ, ઉ.વ. – ૨૫ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૨) લક્ષ્મીબેન જસુમલ ભારવાણી, ઉ.વ. – ૭૦ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૩) મીઠાલાલ ભગવાનદાસ ગાંધી, ઉ.વ. – ૫૯ વર્ષ, એમ.જી.રોડ, દાહોદ, (૪) ચિરાગભાઈ ઓચ્છવલાલ પંડ્યા, ઉ.વ. – ૪૧ વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (૫) માનસીંગ અબજીભાઈ રાઠોડ, ઉ.વ. – ૫૮ વર્ષ, ભૂતરડી, ગામતળ, તા.ગરબાડા, જી. દાહોદ, (૬) ઝેરાબેન આબીદવાલા ફ્રૂટવાલા, ઉ.વ. – ૫૬ વર્ષ, સૈફી મહોલ્લા, દાહોદ (૭) હુસૈની કુત્બુદ્દીનભાઈ ભગત, ઉ.વ. – ૬૯ વર્ષ, શાક માર્કેટ, દાહોદ, (૮) અબ્બાસભાઈ મુસ્તુફા અત્તરવાલા, ઉ.વ. – ૨૦ વર્ષ, નવજીવન મિલ નં. – ૨, દાહોદ, (૯) ફાતેમાબેન સૈફૂદ્દીન અત્તરવાલા, ઉ.વ. – ૭૯ વર્ષ, નવજીવન મિલ નં. – ૨, દાહોદ (૧૦) બુરહાન સિરાજ ભાભરાવાલા, ઉ.વ. – ૫૨ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૧) હસુમતીબેન શામળદાસ પરમાર, ઉ.વ. – ૬૯ વર્ષ, દરજી સોસાયટી, દાહોદ, (૧૨) તૈયબભાઈ ફીદાહુસેન ગાંગરડીવાલા, ઉ.વ. – ૫૫ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૩) હાસીમ મોહમદ બજારીયા, ઉ.વ. – ૨૨ વર્ષ, ડબગરવાડ, દાહોદ, (૧૪) સ્વીટુબેન મિલનકુમાર શાહ, ઉ.વ. – ૪૪ વર્ષ, ગોધરા રોડ, દાહોદ, (૧૫) મિલનકુમાર કનૈયાલાલ શાહ, ઉ.વ. – ૫૧ વર્ષ, ગોધરા રોડ, દાહોદ (૧૬) કૃણાલ ચંદ્રકાંત દોશી, ઉ.વ. – ૩૮ વર્ષ, મહાવીર નગર સોસાયટી, દાહોદ, (૧૭) ડો. સાહિલ નસરૂભાઈ ડામોર – ઉ.વ. – ૩૧ વર્ષ, સોનીવાડ, દાહોદ, (૧૮) નુરૂદ્દીન હસનભાઈ પહાડવાલા, ઉ.વ. – ૬૫ વર્ષ, ગોધરા રોડ, દાહોદ, (૧૯) સલમાબેન અઝગરભાઈ સાંકળવાલા, ઉ.વ. – ૬૫ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૨૦) જુબેદાબેન યુસુફઅલી ખરોદાવાલા, ઉ.વ. – ૮૦ વર્ષ, સૈફી મહોલ્લા, દાહોદ, (૨૧) ફાતેમાબેન અલીહુસેનભાઈ ખરોદાવાલા, ઉ.વ. – ૮૫ વર્ષ, સૈફી મહોલ્લા, દાહોદ, (૨૨) ગંગાબેન કરણસિંહ રોઝ, ઉ.વ. – ૫૮ વર્ષ, જીવનદીપ સોસાયટી, દાહોદ, (૨૩) પદ્માબેન ઠાકોરલાલ શાહ, ઉ.વ. – ૭૮ વર્ષ, દેસાઈવાડ, દાહોદ (૨૪) ભાવનાબેન અશોકભાઈ પ્રજાપતિ, ઉ.વ. – ૪૦ વર્ષ, ઝાલોદ, જી. દાહોદ, (૨૫) જગદીશ મોતીભાઈ પરમાર, ઉ.વ. – ૪૨ વર્ષ, ઝાલોદ, જી. દાહોદ, (૨૬) મહેશ નરેન્દ્રભાઈ ચારેલ, ઉ.વ. – ૨૦ વર્ષ, ડુંગરી, તા. ઝાલોદ, જી. દાહોદ અને (૨૭) એક વ્યક્તિ મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામના ૬૦ વર્ષના પુંજાભાઈ મુળાભાઈ પરમારનાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ પોઝીટીવ આવેલા વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાનું આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં – ૨૨, ઝાલોદ તાલુકામાં – ૦૩, ગરબાડા તાલુકામાં – ૦૧ અને મહીસાગર જિલ્લાના સંતરામપુરના – ૦૧ વ્યક્તિ મળીને કુલ – ૨૭ વ્યક્તિઓ પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા – ૪૫૧ થઈ છે. થોડી વાર પહેલા મળેલી માહિતીને આધારે સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ – ૧૩ દર્દીઓ સાજા થતા કુલ – ૧૭૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા – ૨૫૪ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો – ૦૫ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા – ૨૨ લોકો મળી કુલ મૃત્યુ આંક – ૨૭ ઉપર પહોંચી ગયો છે.