વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટાડુંગરી જળાશય ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના ગરબાડા અને દાહોદ તાલુકાના વરમખેડા, બોરખેડા, જાલત, મોટીખરજ, પુંસરી ઇન્દોર હાઇવે નજીક, કસ્બા દાહોદ, સબરાળા, સાહડા, પાંચવાડા, દેવધા મળી કુલ ૧૦ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.