THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA
દાહોદ જિલ્લામાં પહેલા અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી કોંગ્રેસ પોતાની સત્તા જાળવી ના શકી અને દાહોદ જિલ્લા પંચાયતના સભ્યોએ કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા અને દાહોદ જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી અને આજે આ સંબંધે ખૂબ ભવ્ય પદ ગ્રહણ સમારંભ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો .
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના નવા વરાયેલ પ્રમુખ યોગેશ પારગી, ઉપપ્રમુખ ઈન્દિરાબેન કિરણસિંહ તથા 9 કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો જે ભાજપમાં જોડાયા અને અન્ય મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જે ખાસ કરીને લીમખેડા, ફતેપુરા, સુખસર, ઝાલોદ વિસ્તારમાંથી હતા તે વિધિવત ભાજપમાં જોડાયા હતા અને દાહોદ જિલ્લામાં હવે ભાજપ વધુ મજબૂત બની ગઈ છે.
દાહોદ જિલ્લામાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એ બધા કાર્યકર્તાઓ એક છે અને બધાએ એકજ રંગમાં રંગાવાનું છે અને કોઈએ પાર્ટીમાં અલગ રંગ રાખવાનો નથી અને ભાગવા રંગનો ધ્વજ જ દાહોદમાં લહેરાશે અને ભારતમાં પણ 2019માં ભગવો લહેરાશે તેવું અનુપ જલોટાના રંગદે ચુનરિયા નામના ભાજપા ને ટાંકી દાહોદ જિલ્લાના પ્રભારી અમિત ઠાકરે જણાવ્યું હતું. મંત્રી બચુભાઈ ખાબડે પણ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લમાં ભાજપની જિલ્લા પંચાયત બેઠી એથી સૌથી વધારે જો ખુશી કોઈને થતી હશે તો તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણકે આપણા પછાત અને આદિવાસી જિલ્લામાં આટલી બધી યોજનાઓ આપી અને જિલ્લાને એસ્પિરન્ટ જિલ્લામાં સમાવેશ કરી તેને આગળ વધારવાની નેમ તેઓ વડાપ્રધાન બન્યા ત્યારથી લીધી છે. અને અઢી વર્ષમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં કઈ કર્યું નહિ અને વિકાસની કોઈ વાત થઇ નહિ. જેના કારણે કોંગ્રેસના જિલ્લા સભ્યો અને અન્ય કાર્યકર્તાઓ આજે દાહોદમાં 9 જિલ્લા સભ્યો અને અન્ય 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ ઢીલી પડી ગઈ હતી.
આ કાર્યક્રમમાં તમામના સ્વાગત કાર્ય બાદ દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રભારી અમિત ઠાકર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, કોંગ્રેસ માથી ભાજપમાં આવેલ 9 જિલ્લા સભ્યો, અન્ય કાર્યકર્તાઓ અને ભાજપના પદાધીકારીઓ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. અને ત્યાં 12.39 વાગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ અને ઉપપ્રમુખ ઈન્દિરાબેને પદગ્રહણ કર્યું હતું.