Saturday, April 12, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેતીવાડી સહિત વિભાગના તાલુકા મથકના તમામ અધિકારીઓને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. પર્ણભક્ષી તીડ ખેડૂતનો સૌથી જૂનો દુશ્મન છે. તીડ જ્યારે એકલદોકલ હોય ત્યારે સામાન્ય તીતીઘોડાની જેમ વ્યવ્હાર કરે છે. તેને એકલ અવસ્થા કહેવામાં આવે છે. પણ જ્યારે સમુહ બનાવી હુમલો કરે ત્યારે પાક અને વૃક્ષોને બહુ જ નુકસાન કરે છે. આ રણતીડની ઉત્પતિ રણ પ્રદેશમાં થાય છે. જેમ કેઆફ્રિકાનું રણમધ્યપૂર્વેના દેશોઅશિયા ખંડના અન્ય રણમાં તેની ઉત્પતિ થાય છે. તીડ પોતાના શરીરના બંધારણમાં ઝડપથી ફરેફાર કરી શકે છે. આ પહેલા જ્યારેગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે હજારોના સમુહમાં આક્રમણ થયું હતું. આ વખતે ખરીફ પાકમાં પણ તીડના ત્રાસની શક્યતા રહેલી છે. કારણ કેમીડઇસ્ટના દેશોમાં તીડના ઇંડાની કોલોની જોવા મળી છે.

તીડના ટોળા દિવસ દરમિયાન ઉડતા રહે છે. સાંજ પડતા ઝાડઝાડીઓ તથા ખેતીના પાકો ઉપર રોકાણ કરે છે. આથી તીડના ઝૂંડને શોધવા માટે ખાસ સાંજનો સમય અનુકૂળ છે. કારણ કે સૂરજ ઉગતા જ તીડ ઉડવા માંડે છે. અત્યાર સુધી ખેડૂતો પરંપરાગત રીતે ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે તીડને ઉડાડતા આવ્યા છે. જેમાં થાળીઢોલ પીટીને અવાજ દ્વારા તીડને ઉડાડવામાં આવે છે. હવેતંત્ર દ્વારા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર દ્વારા દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે. આજે મળેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ખરીફ મોસમમાં તીડના આક્રમણને રોકવા માટે ગ્રામકક્ષાએ લોકોને જાગૃત કરવાકમિટિ બનાવવી ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ કમિટિ બનાવી કન્ટ્રોલ રૂમ ખોલવામાં આવશે. દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામવાર માહિતી એકત્ર કરવામાં આવશેજેથી તીડના આક્રમણ વખતે સમયસર પગલાં લઇ શકાય. ટ્રેક્ટર સંચાલિત પાવર સ્પ્રેયરપાણીના ટેન્કરોજંતુનાશક દવાના વિક્રેતાની યાદી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવેજિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિતેન્દ્ર સુથાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments