દાહોદ જિલ્લામાં રવિવારે દરેક જગ્યાએ નગર પાલિકા અને ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને સેનીટાઇઝ માટે દુકાનો તથા ઘરોને બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જાહેરનામુુ બહાર પાડવામાં આવેલ છે, પરંતુ ફતેપુરામાં તેનો સદંતર અનાદર કરી જાહેેરનામાનો ભંગ કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દાહોદ જિલ્લામાં દરેક રવિવારને દિવસે કોરોના મહામારીને લઇ સ્વચ્છતા અને સેનેટરાઈઝ માટે લોકોને પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવા માટે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના અમુક માથાભારે પાનના ગલ્લાવાળાઓ અને દુકાનદારો પોતાની દુકાન અને ગલ્લા ખોલીને વેપાર કરતા હોય છે જ્યારે અમુક વેપારીઓ એક દરવાજો ખોલીને વેપાર કરતા હોય છે ત્યારે અમુક લોકો નિયમોનું પાલન કરનારાઓ પોતાના ધંધા-રોજગાર સદંતર બંધ પાળી ખોલતા નથી અને નિયમોનું પાલન કરે છે. તો બીજી બાજુ જોતા જો દરેક રવિવારને દિવસે કોઇ પણ વેપારી દુકાન ખોલે અને તેની આજુબાજુ વાળા બંધ રાખે તો આજુ બાજુવાળા દુકાનદારોને મનદુઃખ થાય છે અને આને કેમ દુકાન ખોલવા દે છે, આના ઉપર કેમ કોઈ કાર્યવાહી કરતી નથી એવું વિચારી એક બીજાઓ સાથે ચર્ચા કરી પોતાના મનને ઠંડક પહોચાડતા હોય છે.
પરંતુ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરેલ જાહેરનામાના નિયમોનું પાલન ન કરનાર ભલેને તે માથાભારે વેપારી હોય કે પાનના ગલ્લાવાળા હોય કે અન્ય કોઈ દુકાનદાર હોય તેઓની સામેં કાયદેસરની કાર્યવાહી કરી દંડનીય પગલાં ભરવા જ જોઈએ અને આ બાબતે સમગ્ર જિલ્લાના અન્ય તાલુકામાં પણ વહીવટી તંત્ર તરફથી કડકમાં કડક ચેકિંગ કરી કાયદેસરના પગલાં લેવાય અને દંડ કરાય તેવી લોકચર્ચા ચાલી રહેલ છે. તો શું તંત્ર આ બાબતે પગલાં ભરશે ખરું ? કે પછી આંખ આડા કાન કરી કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જશે અને કોઈ પગલાં નહીં ભરે. તેવી ફતેપુરા નગરમાં લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.