સહી પોષણ દેશ રોશનના સંદેશાને ચરિતાર્થ કરવા પોષણ ઉડાન ૨૦૨૬ની દાહોદ જિલ્લાની તમામ આગંણવાડી કેન્દ્રો ઉપર ઉજવણી કરાઈ
દાહોદ સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીત બનાવીને જરૂરીયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે જેના પરિણામો મળી રહ્યા છે.
દાહોદ જિલ્લાની તમામ આગંણવાડી કેન્દ્રો ઉપર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોષણ ઉડાન ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પોષણ ઉડાન ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુપોષિત દાહોદની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં માતૃશક્તિ, પૂર્ણા શક્તિ બાલ શક્તિ માંથી અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે તેનો ગામજનો સામે પ્રદર્શન કરવામાં આવે છે જેનાથી ગામજનો અવનવી વાનગીઓથી અવગત થાય છે. ઉપરાંત આંગણવાડીમાં બાળકોનું દર મહિને વજન અને ઊંચાઇ કરવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓની દર ત્રણ માસે લોહિની ટકાવારીની તપાસ કરવામાં આવે છે સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સુધા યોજના હેઠળ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.
પોષણયુક્ત વાનગીની સમુદાયમાં પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉડાન-૨૦૨૬” જાગૃતિ માટેની પોષણને લગતા સુત્રો કિશોરીઓ દ્વારા પતંગ ઉપર લખવામાં આવ્યા હતા સાથે ઉજવણી કરવામાં આવી. આઇસીડીએસ શાખા અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ આગંણવાડી કેન્દ્ર ઉપર પોષણ ઉડાન ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં પોષણ ઉડાન ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર જનજાગૃતિ લક્ષી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજ પોષણ ક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આર્યન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે જેનાથી પોષણ સ્તર અને જ્યારે બાળક જન્મે ત્યારે એમના પોષણ સ્તરમાં સુધારો થાય તદ્દઉપરાંત દૂધ સંજીવની યોજના કાર્યરત છે બાળકોને ખાસ કરીને રોજ ફલેવર મિલ્ક આપવામાં આવે છે આ બધી પોષણ ટ્રેકરની એન્ટ્રી કરવામાં આવે છે આ યોજના થકી “સહી પોષણ, ” દેશ રોશન “નું સૂત્ર ચરિતાર્થ થઇ રહ્યું છે.આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી જેમકે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન આપવામાં આવે છે. અને મિલેટ (શ્રી અન્ન) અને તેમજ સરગવા જેવા પોષ્ટિક ખાધ્યોમાંથી વિવિધ વાનગીઓનું મહત્વ આગંણવાડી બહનો દ્વારા સંમજાવવા આવ્યું


