તંદુરસ્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે ભવિષ્યના નિર્માતા એવા બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવું ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૮માં દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન” ની ઉજવણી કરવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પોષણ માહ અંતર્ગત I.C.D.S. વિભાગ ગરબાડા ઘટક – ૨ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ સપથ, સગર્ભા, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણ યુકત આહારની સમજ, T.H.R. (ટી.એચ.આર.) માંથી બનતી જુદી જુદી વાનગીઓની સમજ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોષણ યુક્ત આહારથી બાળકો તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારતના સૂત્ર ને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.