Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે : દાહોદ...

દાહોદ જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની અગવડતા પડવા દેવામાં નહીં આવે. 
કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે બેઠક યોજાઇ.
કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવશ્યક વસ્તુઓના પુરવઠો ચાલુ રહે તે માટે જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, ફક્ત આવશ્યક વસ્તુઓની જ હેરફેર સરળતાથી થઇ શકે તે માટે વેપારીઓને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વેપારીઓએ આવશ્યક વસ્તુઓમાં બિનજરૂરી ભાવવધારો કરવો નહી. આવશ્યક ચીજવસ્તુઓનું પરીવહન સરળતાથી થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓએ પણ માલ જયાથી લાવવામાં આવે અને ઉતારવામાં આવે તે સમગ્ર કામગીરી સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનો અને સ્વચ્છતાના ધોરણો જાળવીને જ કરવાની રહેશે. ડ્રાઇવર સહિત અન્ય કર્મચારીઓએ માસ્ક પહેરવાનો રહેશે. સાથે જે તે વાહનનું સંપૂર્ણ સેનેટાઇઝેશન પણ કરવાનું રહેશે. આવશ્યક વસ્તુઓની હેરફેર કરતા વાહનો માટે જિલ્લાના પેટ્રોલપંપો પણ ચાલુ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે બેઠકમાં જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. કોઇ વેપારીએ ચિંતા કરવાની જરૂર નથી. આ માટે પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે મામલતદાર કચેરીમાંથી મેળવી શકાશે. આ પાસ બતાવ્યેથી વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આ માટે જરૂર જણાય તો હેલ્પલાઇન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ અને જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments