PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વલૂંડી પ્રાથમિક શાળામાં ૭૩ માં સ્વતંત્રતા પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી. ૭૩ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે વલૂંડી ગામના સરપંચ શ્રી શાંતાબેન બરજોડ, ગામના સર્વે આગેવાન ભાઈઓ અને બહેનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિત રહી. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાની બાળાઓ દ્વારા વૃક્ષારોપણ કરવાની ઉપસ્થિત સૌને વિનંતી કરવામાં આવી. શાળાના આચાર્યએ સૌને સ્વતંત્રતા દિવસ પર જણાવ્યું કે બાળકોને સારું શિક્ષણ અપાવી ગરીબીમાંથી આઝાદ બની શકાય છે તેમજ સારું જીવન જીવવા સૌને સારું શિક્ષણ આપવાની અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના આ.શિ. જિગ્નેશ કલાલ દ્વારા કરવામાં આવ્યું.