THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવે શ્રી રણછોડરાયજી ના મંદિરેથી સવારે ૦૮:૦૦ વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા માટે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ડી.ડી.ઓ. નેહાકુમારી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન શ્રી જગન્નાથજીની આરતી પહેલા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ત્યાર બાદ ધારાસભ્ય બચુભાઈ ખાબડે કરી પછી આ તમામ મહાનુભાવોએ ભગવાનની રથ યાત્રા ને આગળ વધારવા માટે પહિંદ વિધિ જસવંતસિંહ એ કરી અને પછી દોરડા વડે ભગવાનના રથ ને આગળ તરફ વધાર્યું અને યાત્રા ની શરૂઆત થઇ. અને ત્યાંથી યાત્રા નીકળી અને દાહોદના માર્કેટ યાર્ડ પાસેથી થઇ અને પડાવથી સરદાર ચોક થઈ નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજાર થી સોનીવાડમાં મામાના ઘરે વિશ્રામ માટે રોકાઇ અને પરત ત્યાંથી બપોરે 1.30 વાગે નીકળી અને દાહોદના ગોવિંદનગર વિસ્તારમાંથી, માણેકચંદ ચોક થઈ ભગિની સમાજ થી તળાવ થઇ એમ. જી. રોડ રસ્તે થઈ નેતાજી બજાર થઈને પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે 7 કલ્લાકે પહોંચશે. રથયાત્રા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાએ Dy.S.P., પી.આઈ., પી.એસ.આઈ. અને 200 ઉપરાંત કોન્સ્ટેબલોને જુદા જુદા પોઈન્ટો આપી ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેની પુરે પુરી તકેદારી રાખી છે. દાહોદની આ રથ યાત્રામાં લોકો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દાહોદમાં આ વખતે ઠેર ઠેર ઠંડા પીણા, કચોરી અને નાસ્તાના ભંડારાઓ ખુબ જોવા મળ્યા હતા.
વધુમાં જગન્નાથજીની રથયાત્રામાં રામ દરબાર, શિવજી , ક્રિષ્ણા ભાગવાની ઝાંખીએ લોકોનું મોટું આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. દાહોદ જિલ્લામાં લીમડી, સિંગવડ અને ઝાલોદમાં પણ રથયાત્રા નીકળી હતી. ઝરમર ઝરમર વરસાદમાં પણ લોકો રથ યાત્રામાં જોડાયેલા છે.અને હાલ યાત્રા હાલ નગરમાં ફરી રહી છે.