14 મી એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો .જેમાં દાહોદ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ, ધારા સભ્યો વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારીયા અને ભાવેશ કટારા માજી સંસદ પ્રભાબેન તાવીયાડ તેમજ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને સ્વામી વિવેકાનંદ ચોક, સ્ટેશન રોડ, દાહોદ ખાતે સવારના 10.30 કલાકે એકત્રીત થઈ પદયાત્રા કરતા ભગીની સમાજ થઈ યાદગાર ચોક થી આંબેડકર ચોક ખાતે પહોંચી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામા આવી હતી.
તો બીજી તરફ ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સંસદ જસવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, શંકર આમલિયાર, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, કાઉન્સિલરો તેમજ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી ડી.જે સાથે દાહોદ ભાજપની ટીમ સુખદેવકાકા નગર ગઈ અને ત્યાંથી ગોવિંદનગર થઈ પંકજ સોસાયટી ખાતે અવરલ પ્રણામી મંદિરે ગયા હતા જ્યાં સંસદે મંદિરના ઉપરના માળના બાંધકામ માટે ₹25લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.