THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સમગ્ર ભારતની જેમ દાહોદમાં પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે દાહોદ શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે 8.45 મિનિટે દાહોદ APMC ચેરમેન કનૈયાલાલ કિશોરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.ત્યાર પછી દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર 9.00 કલાકે દાહોદ કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ ધ્વજવંદન કર્યું હતું અને સરકારની યોજના ઓથી લોકોને મળતાં લાભ વિશેની માહિતી આપી હતી.
અને ત્યાર પછી 9.30 કલાકે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા નગર પાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર સ્થળ ઉપર દાહોદ નગરના લોકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર બેઠક માટે બનાવેલ તિરંગા ડોમ એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. દાહોદના લોકોએ ધામ ધુમથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.