દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારત સરકાર દ્વારા મહત્વકાંશી જિલ્લામાં એટલેકે (aspirants district ) માં નોંધવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, જળ સંચય, પીવાનું પાણી, રોડ રસ્તાઓ જેવી સુવિધાઓ થી જિલ્લાને સજ્જ કરવાનું કામ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અને તાજેતરમા જ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રથમ ક્રમાંક આવ્યો હતો. જેમાં વિવિધ અજેન્સીઓને અમુક જિલ્લાનું કામ સોંપવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે દાહોદ જિલ્લાનું કામ ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન) ને સોપવામાં આવ્યું હતું.
ભારતભરમાં 112 જિલ્લાઓની નીતિ આયોગ દ્વારા પસંદગી કરવામાંઆવી હતી. જેમાંથી 20 બેકવોર્ડ જિલ્લાઓમાં ભારતભરમાં ONGC ને કામ સોંપાયું છે. અને તેમાં પણ ગુજરાત ના બે જિલ્લા દાહોદ અને નર્મદા ONGC ને સોંપાયું છે. જેમાં આ વર્ષમાં 25 કરોડ રૂપિયા ના કામો ONGC દ્વારા પૂરા કરવામાં આવ્યા છે અમુક કામો છે તે ટૂંક સમયમાં પુરા થશે.પછાત જિલ્લો અને એમાપણ અતિ પછાત તાલુકાઓ અને ગામડાઓની પસંદગી કરવામાં આવી હતી અને જે 7 તાલુકામાં વિસ્તારોમાં 532 શાળાઓને ડીજટલ બનાવામાં આવી જ્યાં પ્રેક્ટિકલી ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયો સમજવામાં આવે છે. જેથી જિલ્લાનું શિક્ષણ નુસ્તાર ઊંચું આવે.
એગ્રો ડેરીને વિકસવામાં આવી છે ને તેનો લાભ 5 ગામના 42 લાભાર્થી જેમને ગીર ગયો અને એગ્રો લગતી સામગ્રી આ બધું ગુજરાત ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના કર્મચારીઓ સાથે રાખી અને લાભાર્થીઓને કાઠિયાવાડ જઈને જોઈને અને તેમને બતાવી અને નક્કી કાર્ય પછી આપવામાં આવ્યું હતું. અભલોડ ડેરીમાંથી દૂધ 50 રૂપિયે ખાનગી ડેરીમાં ભરી 20 રૂપિયા કિલોએ ખેડૂત આજે વધુ મેળવે છે.
આંગણવાડીમાં પણ વિકાસના કામો શરુ કરી દેવાયા છે. દાહોદ કલેકટરનો ONGC ના મુખ્ય અધિકારીએ આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટે ખુબ ઝડપી અને પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપી અને અમારા કામની ગતિ વધારી હતી અને તેમની પાસે પહેલેથી જિલ્લામાં કયા કામો કઈ જગ્યાએ અને કેવી રીતે કરવાના છે તેની માહિતી તૈયાર રાખી હતી અને અમે ગયા ત્યારે તે અમને સોંપી અને કામ શરૂ કરી દેવા જણાવ્યું હતું.