KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ગામમાં તથા સમગ્ર જિલ્લામાં મૂશળધાર વરસાદનાં કારણે નદી, તળાવ તથા ડેમ ઓવરફલો થઈ ગયાં છે. આના કારણે જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી શાળાઓમાં આજ રોજ રજા જાહેર કરવામાં આવી હતી. લીમખેડા તાલુકામાં આવેલ કબૂતરની ડેમ, ઝાલોદ તાલુકામાં માછણનાળા ડેમ, ઓવરફલો થઈ ગયાં છે. બીજી બાજુ રસ્તા ઉપર વૃક્ષો ધારાશાહી થઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ગરબાડા તાલુકાના નેલસુર વજેલાવના રસ્તા પણ ટૂટી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જ્યારે મકાઈના પાકને દરેક જગ્યાએ નુકસાન થયું છે તથા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે. તા.24 થી 27/07/2017સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમારના નેજા હેઠળ ડીઝાસ્ટર ટીમ અને કંન્ટ્રોલ રુમ સતત કામ કરી રહી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં પહોંચી રહી છે. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.