Friday, November 22, 2024
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્લામાં રંગીન મતદાર ઓળખપત્ર આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો

દાહોદ જિલ્લામાં રંગીન મતદાર ઓળખપત્ર આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો

 logo-newstok-272-150x53(1)

DESK DAHOD 

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ આઠેય (૮) તાલુકાની મામલતદાર કચેરી, તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, દાહોદ, રૂમ નંબર ૧૫ ખાતે મતદારોને પીવીસી ઓળખપત્ર આપવા માટે સીએસસી કેન્દ્ર તા. ૧૫-૨-૨૦૧૬ થી શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર નકકી કરવામાં આવેલ રૂપિયા ૩૦/- અંકે રૂપિયા ત્રીસ પૂરાની ફી ભરી જણાવ્યા મુજબના કોઇપણ એક પુરાવો રજૂ થયેથી રંગીન મતદાર ઓળખપત્ર  કાઢી આપવામાઆવે છે.મતદારોનું મતદાર યાદીમાં નામ હોય, ઓળખપત્ર ખોવાઇ ગયેલ હોય અથવા રંગીન ઓળખપત્ર મેળવવા માંગતા હોય તેવા મતદારો આ કેન્દ્રોનો લાભ લઇ રંગીન મતદાર ઓળખપત્ર મેળવી શકશે.

રજૂ  કરવાના પુરાવાઓમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, ઇન્કમટેક્ષ પાન કાર્ડ, કેન્દ્ર/ રાજ્ય સરકાર/ સ્થાનિક સ્વરાજયની સંસ્થા/ કંપનીઓના કર્મચારીઓના ફોટા સાથેના ઓળખપત્ર, પબ્લિક સેક્ટર – બેંકો – પોષ્ટ ઓફિસ અને કિસાન ફોટા સાથેની પાસબુક, સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા સાથેના ઓળખપત્ર, સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જન જાતિ/ સા.શૈ.રીતે પછાત વર્ગના ફોટા સાથેના પ્રમાણપત્ર, વિકલાંગ પ્રમાણપત્ર, ફોટા સાથેના હથિયાર લાયસન્સ, રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી યોજના હેઠળ ફોટા સાથેના જોબકાર્ડ, ફોટા સાથેના મિલ્કતના દસ્તાવેજો જેવા કે પટા, રજીસ્ટર્ડ ડીડ વગેરે, ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ ફોટા સાથેના હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમના સ્માર્ટ કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનઆરપી) યોજના હેઠળ આરજીઆઇ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ આ તમામ દસ્તાવેજોમાંથી કોઇપણ એક પુરવો રજૂ કરી શકાશે.

જ્યારે રહેઠાણ અંગેના પુરાવા માટે બેન્ક/ કિસાન/પોષ્ટ ઓફિસની ચાલુ પાસબુક, અરજદારનો પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, આવકવેરા આકારણી હુકમ, અરજદારના નામે અથવા તેના/તેણીના તરતના સગપણ જેમ કે માતા-પિતા વગેરેનું સરનામું છેલ્લુ પાણી/ટેલિફોન/વિજળી/ગેસબીલ/ અરજદારના નામે આપેલ સરનામે મળેલી/ સોંપેલી ટપાલ ખાતાની ટપાલો પૈકી કોઇપણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે.

આ મતદાર રંગીન ઓળખપત્ર કઢાવવા માટે કચેરી કામકાજના કલાકો દરમિયાન સવારે ૧૦-૩૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી જ કરવામાં આવશે. જેથી તમામ મતદારોએ નક્કી કરવામાં આવેલ રજૂ કરવાના પુરાવા પૈકી કોઇ એક તથા રહેઠાણના એક પુરાવાની કોપી રજૂ કરી યોજનાનો લાભ લઇ રંગીન મતદાર ઓળખપત્ર મેળવી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી.એમ.એ.ગાંધીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યુ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments