Thursday, January 2, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લામાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ, ફરિયાદી જ ગુનેગાર નીકળ્યો

દાહોદ જિલ્લામાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ, ફરિયાદી જ ગુનેગાર નીકળ્યો

દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ના ગુનામાં શૈલેષ સિદા ડામોર રહેવસી ઝાબ ફળિયું, ધોળા ખાખરા, તા. ઝાલોદને તેના જ ગામની રસિકા દશુભાઈ ડામોર જોડે આડા સંબંધની જાણ તેની પત્નીને થતા પોતાના પતિને બીજે સંબંધ ન રાખવા કહેતા તેનો પતિ અવારનવાર તેની પત્ની જોડે ઝઘડો કરતો હતો. ત્યારે પોતાની પ્રેમિકાને પામવા સારું પોતાની પત્ની ને તેઓના સંબંધીના ઘરે લઈ જઈ રાત્રિના સમયે પરત ફરતા સુના નિર્જન જંગલ વિસ્તારમાં રસ્તા ઉપર મોટરસાયકલ રોડની સાઈડમાં ઉતારી પાડી દીધેલ, પરંતુ તેની પત્નીને સામાન્ય ઇજા થતાં ઊભી થઈ જતા રોડ ઉપર ફરીથી પાડી દઈ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી લૂંટ થયેલ હોવાનું ખોટું દ્રશ્ય ઊભું કરવા સારું બંને કાનમાં પહેરેલ સોનાને મરકીઓ તથા ચાંદીના છડા તથા ગળામાં પહેરેલ ચાંદીની ચેન કાઢી રોડની સાઈડમાં ખાખરાના ઝાડવાળા વિસ્તારમાં ફેંકી દઇ પોતાના ઘરે ફોન કરી પોતે બેભાન થવાનો ઢોંગ કરેલ. ત્યારે SDPO, LCB અને પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચતા તેઓને સોનાની મરકી, ચાંદીના છડા, અને ગળામાં પહેરેલ ચાંદીની ચેઇન મળતા પોલીસને શક ગયો હતો કે આ લૂંટ વિથ મર્ડરનો કેસ નથી પરંતુ આ હત્યાનો કેસ છે. પરંતુ ફરિયાદી પોતે બેભાન અવસ્થમાં રહેવાનો ઢોંગ કરતો હતો અને હોશમાં આવતો ન હતો, અને ગઈ કાલે જ્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેમને ફરિયાદી ઉપર શક જતા અને બીજી બાજુ પી.એમ. રિપોર્ટ આવતા પોલીસે પોતાની ભાષામાં પૂછપરછ કરતા આરોપીએ કબૂલ કર્યું કે તેને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા માટે તે સ્ત્રી તેના ઉપર દબાણ કરતી હોવાથી પતિ અને પ્રેમીકા બંને સાથે મળી આ હત્યાનું કાવતરું રચ્યું પરંતુ તે સ્ત્રી ત્યાં ઘટના સ્થળે હાજર ન હતી પણ બંને એ ભેગા મળી કાવતરું રચી પતિ પોતાની પત્નીને નિર્જન જગ્યાએ લઈ જઈ નિર્મમ હત્યા કરી હતી જે ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનું કોકડું ઉકેલી પતિને પકડી પાડ્યો હતો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments