દાહોદ જિલ્લામાં લોકડાઉન Phase-2 ના બીજા દિવસે દાહોદમાં ગળી અને ફળિયા વિસ્તારોને લોકડાઉન કરી એરિયા વાઇસ સીલ કર્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાહોદમાં અમુક નાની ગળીઓ અને ફળિયાઓના વિસ્તારો જે દાહોદના જુદા જુદા વિસ્તારોના મુખ્ય માર્ગો ને માળતા હોય તેને બેરીકેટિંગ કરી સીલ કરવાનું કામ કરવામાં આવ્યું હતું, કારણકે આ ગળીઓ અને ફળિયામાંથી લોકો કારણ વગર ફરવા નીકળી જતા હોવાની માહિતી પોલીસ ને મળી હતી. અને પોલિસે કોઈની સાથે વધુ બળ પ્રયોગ ના કરવો પડે અને કાયદાનું પાલન પણ સારી રીતે થાય તેવા હેતુથી પોલીસ પ્રસાશન દ્વારા એરિયા વાઇસ સીલ કરવામાં આવ્યું હતું અને તે સફળ પણ રહ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં પણ આજ સિસ્ટમ લાગુ રહેશે. આજ રોજ વહેલી સવારે આ સીલ વિસ્તારોના બેરીકેટિંગ ખોલી લોકોને દૂધ, શકભાજી માટે રોજની જેમ છૂટ પણ આપવામાં આવી હતી. જેથી લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા નીકળ્યા હતા.
દાહોદ જિલ્લામાં લોકડાઉન Phase-2 ના બીજા દિવસે દાહોદની ગળી અને ફળિયા વિસ્તારોને સીલ કરવામાં આવ્યા
RELATED ARTICLES