KEYUR PARMAR – DAHOD
HIMANSHU PARMAR – DAHOD
જેમાં દેવગઢ બારીયા હાઈ પ્રોફાઈલ સીટ હતી, જેના ઉપરથી ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ ઉભા હતા જેમની સામે કોંગ્રેસે યુવા નેતા ભરત વાખલાને ઉભા રાખ્યા હતા, પરંતુ ગુજરાતના રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ સતત ત્રીજી વખત ૪૬૬૯૪ મતોથી જીત્યા હતા અને પોતાનું કદ જાળવી રાખી પાર્ટીનો ભરોસો જાળવી રાખ્યો હતો. જ્યારે ફતેપુરા સીટ પણ રમેશ કટારાએ ભાજપને ૪,૩૨૮ જેટલી ઓછી સરસાઈ મેળવીને પણ જાળવી રાખી જ્યારે ગરબાડા દાહોદ અને ઝાલોદ કોંગ્રેસની સીટો અકબંધ રહી અને ફરીથી જીત્યા. પરંતુ ઝાલોદની સીટને બાદબાકી કરતા દાહોદમાં વજેસિંહ પણદા જેઓની ૩૯,૦૦૦ મતો સરસાઈ ૨૦૧૨માં હતી પરંતુ આ ઘટીને સીધી ૧૫,૫૦૩ થઈ ગઈ હતી. અને એવુંજ ચંદ્રિકાબેન બારીયાની ગરબાડા સીટ પર થયું હતું. ચૂંટણીના પરીણામ બાદ કોંગ્રેસ દ્વારા દાહોદમાં વજેસિંહ પણદા દ્વારા અને ગરબાડામાં ચંદ્રિકાબેન બારીયા દ્વારા ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી અને આ બંને વિજયી રેલીમાં દાહોદ અને ગરબાડાના નગરજનોએ વિજેતા ઉમેદવાર વજેસિંહ પણદા અને ચંદ્રિકાબેન બારીયાની જીતને વધાવી લઈ ઠેરઠેર ફૂલહાર પહેરાવી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. આમ જોવા જઈએ તો વડાપ્રધાન મોદીની ચહિતી સીટ દાહોદ છે અને દાહોદ સીટને સ્માર્ટ સિટીમાં સ્થાન આપ્યુ એટલું જ નહિ પરંતુ આખાય દેશમાં આ એકમાત્ર નગર પાલિકા હતી જેનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો હતો. ટૂંકમાં દાહોદમાં સ્થિતિ ઠેરની ઠેર રહી. “ન વિકાસ ચાલ્યો, ના નવસર્જન”. પણ એટલું છે કે જે પણ સીટો છે એ દરેક સીટ પર સરસાઈ ઘટી છે. આ એક મહત્વનો મુદ્દો આ ચૂંટણીમાં બહાર આવ્યો.