Saturday, April 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ શરૂ - દાહોદમાં પહોંચી ત્રણ નિરીક્ષકોની...

દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ શરૂ – દાહોદમાં પહોંચી ત્રણ નિરીક્ષકોની ટીમ

દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ શરૂ દાહોદમાં પહોંચી ત્રણ નિરીક્ષકોની ટીમ દાહોદ જિલ્લામાં નિરીક્ષકોની ઉપસ્થિતિ રાજકીય માહોલ ગરમાયો

સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષણ માટેની ની ટીમો ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકલાવામાં આવી છે. આ ટીમમાં જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ, પાંસેરિયા, કૌસલ્યા કુંવરબા Observer તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા.૨૭/૧૦/૨૦૨૨ ને ગુરુવારના રોજ વહેલી સવારે દાહોદ “શ્રી કમલમ” ખાતે Observer ની ટીમ દ્વારા દાહોદ, ફતેપુરા, ગરબાડા અને દેવગઢબારિયા આ ચાર વિધાનસભાની નિરીક્ષણનું કામ શરૂ કરાયું હતું. પહેલા 129 ફતેપુરા વિધાનસભા થી શરૂઆત થઈ હતી. જેમાં વર્તમાન ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. જ્યારે 134 દેવગઢ બારીયામાં માજી મંત્રી બચુભાઇ ખાબડ, તૃષારસિંહ બારિયા (બાબા) પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગરબાડામાં 133, કરણસિંહ ડામોર (પર્વતભાઇ), ઝીથરાભાઈ ડામોર , મહેન્દ્ર ભાભોર, જ્યારે દાહોદમાં 132 કનૈયાલાલ કિશોરી, અભિષેક મેડા, નિકુંજ મેડાના નામો ચાલી રહ્યા છે. આ તમામ ચાર બેઠકો માટે આજે સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી અને મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. ત્યારે કમલમ ઉપર ચારે વિધાનસભાના હોદ્દેદાર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક પ્રેસ વાર્તાને સંબોધન કરતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વખતે દાહોદ જિલ્લામાં પણ ભાજપને ખૂબ સારું પરિણામ મળશે કારણકે આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓ માટે જે કામો કર્યા છે તે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. અમારી ભાજપની આ જે સેન્સ પ્રક્રિયા છે તે પારદર્શી છે અને એટલે જ અને દરેક વિસ્તારના કાર્યકર્તાઓને સાંભળવા માટે અમે આવ્યા છીએ. દાહોદ જિલ્લાની આજે ચાર વિધાનસભા ની પ્રક્રિયા પૂર્ણ કરાશે અને અન્ય બે ઝાલોદ અને લીમખેડા વિધાનસભા માટે 30મી ઓકટોબર ના રોજ પ્રક્રિયા હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments