દાહોદ જિલ્લામાં આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મંત્રીશ્રીઓ તથા મહાનુભાવો ઉ૫સ્થિત રહ્ય હતા આદિવાસી સમાજના વિવિધ પ્રતિભાવંત લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. અને આ કાર્યક્રમ બાદ દાહોદ કોમર્સ કોલેજ થઈ આદિવાસી ની પરંપરાગત રેલી કાઢવામાં આવી હતી.
– આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ આપણી ઉજ્જવળ પરંપરાને – અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે પ્રતિ વર્ષે ૯ ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખુ મહત્વ છે. આથી આ દિવસની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓમાં વિશેષતઃ ઉજવણી કરવામાં આવી રહી છે. તદનુસાર દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં જુદા જુદા સ્થળોએ તા.૦૯/૦૮/૨૦૧૮ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જુદા જુદા મંત્રીશ્રી – મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાનદાર રીતે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. દાહોદમાં ત્રિવેણી સંકુલ ખાતે રાજ્ય સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને જે તે સમયના મુખ્યમંત્રી અને હાલ દેશના વડા પ્રધાનનો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને માનગઢનો ખુબ વિકાસ કરી આદિવાસી સંસ્કૃતિને આગળ વધારી તેમાં સિંહ ફાળો આપ્યો છે.
તદ્દનુસાર આ કાર્યક્રમોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયુ. આદિવાસી સમાજના વિવિધ પ્રતિભાવંત લોકોનુ સન્માન કરવામાં આવ્યુ હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. આદિજાતી વિકાસ વિભાગની સિદ્ધિઓ દર્શાવતી સી.ડીનુ નિદર્શન પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લામાં જુદા જુદા સ્થળોએ યોજાનાર આ કાર્યક્રમોમાં દાહોદ જીલ્લાના અગ્રણીઓ અને જાહેર જનતા સંબંધિત સ્થળોએ ઉપસ્થિત રહી હતી દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, અને પ્રાયોજના વહીવટદાર એન.એફ. ચૌધરીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ પછી તરતજ આદિવાસી ભાઈઓ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ દાહોદ કોમર્સ કોલેજ ઉપરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રેલી દાહોદ કોમર્સ કોલેજ થી સ્ટેશન રોડ થઈ નગર પાલિકા ચોક પડાવ અને ગોવિંદ નગર થી દાહોદના સીટી ગ્રાઉન્ડ ઉપર પહોંચી સમાપન કર્યું. આ રેલીના માર્ગોમાં લોકો ચા – નાસ્તા, પાણીના પંડાલ લગાવ્યા હતા. અને રેલી ઓરિજિનલ આદિવાસી ટ્રેડિશન છોડી ડી.જે. સાથે નીકળી હતી અને નાચતા કુળતા લોકોએ ઝરમર પડતા વરસાદમાં રેલીનો આનંદ માણ્યો હતો.