Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધાનો થયો ભવ્ય પ્રારંભ

દાહોદ જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધાનો થયો ભવ્ય પ્રારંભ

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

હવે ફાફડા જલેબી અને ઢોકળા ખાવાવાળા ગુજરાતીઓ પણ આંતરરાજ્ય સ્પર્ધા જીતીને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે. – ગૃહ રાજ્ય અને રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી

દાહોદમાં સાંસદ ખેલ સ્પર્ધામાં પ્રારંભ કરાવતા ગૃહ રાજ્ય અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી રમતવીરોમા જોવા મળ્યો ખૂબ અનેરો ઉત્સાહ.

સાંસદ ખેલ સ્પર્ધાના આ રૂપે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દાહોદ વહેલી સવારે પહોંચી ગયા હતા. ત્યાં તેઓએ દાહોદ છાપરી ગામે દાહોદ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરી શુભારંભ કરાવ્યો હતો અને ત્યાંથી સીધા દેવગઢ બારીયા પહોંચ્યા હતા. જ્યાં તેઓના વરદ્દ હસ્તે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન શરૂ થયું હતું. આ સ્પર્ધામાં આગામી તારીખ ૧૫ થી ૧૭ જૂન ૨૦૨૨ દરમિયાન જિલ્લાકક્ષાની કબડ્ડી, શૂટિંગ બોલ, તિરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટીકસ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7000 ખેલાડીઓ ત્રણ દિવસની સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની પ્રતિભાને આગળ વધારશે. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ પારંપરિક રીતે ગૃહ અને રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સુશાસનના આઠ (૮) વર્ષ પૂર્ણ થતા જણાવ્યું કે આપણે વડાપ્રધાને દેશના લોકોના હિતમાં ઘણા કર્યો કર્યા છે અને દેશને વિશ્વના ફલક ઉપર મોટી સિદ્ધિઓ અપાવી માન અપાવ્યું છે. દેશમાં રામ મંદિર હોય કે 370. તેઓએ દેશના દરેક વ્યક્તિને ન્યાય મળે તેવી નીતિઓથી કાર્ય કર્યું છે, એટલે જ આપણે સુશાસનના આંઠ (૮) વર્ષ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન તેજસ્વી અને ઓજસ્વી છે, સાથે સાથે દીર્ઘદ્રષ્ટા પણ છે. તેઓએ બધા નેતાઓને માત્ર હાર પહેરી ઉદ્ઘાટન સુધી સીમિત ન રાખી લોકોના હિતના કામે લગાડ્યા છે. આ જયદિપસિંહજી સ્પોર્ટ્સ એકેડેમી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન ટેકનોલોજી યુક્ત સંકુલ ઉભુ કર્યું છે. તમારું અને આપણું ભવિષ્ય ઊજળું કરવાનું કામ આપણા વડાપ્રધાને કર્યું છે. ગુજરાતીઓ જ્યારે પહેલા ગુજરાત બહાર જતા તો ગુજરાતીઓ ફાફડા, જલેબી અને ઢોકળા વાળા છે તેઓ શું હરીફાઈ કરશે એવી છાપ હતી એ છાપ આપણે ગુજરાતના રમતવીરોએ ભૂષી છે. હવે આપણી ગુજરાતની આદિવાસી દીકરીઓ દેશના વિવિધ જિલ્લાઓમાંથી મેડલ જીતીને આવી રહી છે. આ તમામ પ્રકારની ખેલ લાગતી સુવિધાઓ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવી છે. આપણા સૌના લોક પ્રિય નેતા મોદી સાહેબે 2010 થી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેનો પ્રતાપ છે કે આ દાહોદ જિલ્લાના આદિવાસી દીકરા દીકરીઓ ખેલ ક્ષેત્રે આટલા આગળ વધી રહ્યા છે અને વધશે. આ મામલે હું દાહોદના સાંસદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને મારા વિભાગના અધિકારીઓને કહ્યું છે કે આવા ખેલાડીઓ રમતા હોય તો તેમાંથી તેજસ્વી ખેલાડીઓને શોધી કાઢો તેમને આગળની ટ્રેનિંગ આપીશું અને આગળ વધારીશું. આ ઉદ્દઘાટન સમારંભમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી કુબેર ડિંડોર , નીમિષાબેન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, બચુભાઈ ખાબડ, દંડક રમેશ કટારા, શૈલેષ ભાભોર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments