KEYUR PARMAR BUREAU DAHOD
રાજય સરકાર દ્રારા તા. ૨૫-૦૯-૨૦૧૬ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મ દિવસની તા. ૨/૧૦/૨૦૧૬ પૂ.મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ દરમ્યાન” સ્વચ્છતા અને સામાજિક સમરસતા ” સપ્તાહની ઉજવણી રાજયભરમાં થઇ. દાહોદ જીલ્લા પ્રશાસન દ્રારા પણ આ સપ્તાહની ઉજવણી સંપન્ન થઇ છે. આ સપ્તાહની ઉજવણીનો મૂળભૂત હેતુ પૂ. મહાત્માગાંધીના સફાઇના તત્વને ચરિતાર્થ કરવું દેશના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સ્વચ્છ ભારત મિશન-અભિયાનને પરિપૂર્ણ કરવું. વિધાર્થીઓ અને લોકોમાં સ્વચ્છતા અંગે સ્વયં શિસ્ત ઉભી થાય તેવો છે.
આ ઉજવણીના ભાગરૂપે પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી તા. ૨ જી ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ જિલ્લા પ્રશાસન, નગર સેવાસદન, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા..
તદ્નુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને પૂ. ગાંધી ઉધાન ખાતે સ્થાપિત પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓને ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, નગર સેવાસદન પ્રમુખશ્રીમતી સંયુક્તાબેન મોદી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલા, પ્રમુખ ટ્રસ્ટી શ્રીસુરેશ શેઠ, જિલ્લા કલેક્ટરશ્રી એલ.પી.પાડલીઆ, પ્રાંત અધિકારીશ્રી પી.એ.ગામિત સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, નગરના અગ્રણીઓ, ગાંધીવાદી વિચાર શરણી ધરાવતા મહાનુભાવો, શહેર અગ્રણીઓ, કાઉન્સિલરોએ સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી સાથે પ્રાથર્ના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દાહોદ બસ સ્ટેશન અને સ્ટેશન રોડના રસ્તાઓ પર મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સફાઇ ઝુંબેશ હાધ ધરી ૬૦ મિનિટનો મેગા ઇવેન્ટ બની રહ્યો હતો. જેમાં લોકો સ્વેચ્છાએ સામેલ થયા હતા.
આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પ્રશાસનના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ત્રણ નગરપાલિકા અને ૬૯૬ ગામોમાં, જિલ્લા પ્રાથિમક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યિમક શાળાઓ, કોલેજો, આશ્રમશાળાઓ મળી કુલ ૨૦૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, જિલ્લા તાલુકાની તમામ સરકારી કચેરીઓ, દાહોદ સરકારી આવાસોમાં જનભાગીદારી સાથે ઝુંબેશના ધોરણે સફાઇ ઝુંબેશ હાથ ધરવાની સાથે વિધાર્થીઓમાં અને નાગરિકોમાં સ્વચ્છતા કાયમી ધોરણે તેઓના જીવનનો કાયમી ભાગ બની રહે તેવા ચિત્ર-નિંબધ-વક્તૃત્વ સ્પર્ધાના, સ્વચ્છતાના સૂત્રો સાથેની રેલીઓ, કાર્યક્મો યોજવામાં આવ્યા હતા. દરેક શૈક્ષણિક સંસ્થાના વિધાર્થીઓને આઇકોન તરીકે ગણીને સ્વચ્છતાનો સંદેશ ઘરઘર સુધી પહોંથે તે માટે સંકલ્પ પત્ર લેવડાવી લોકોની સફાઇની ટેવ આદત પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ સર્કલથી સ્વચ્છતા અને સમરસતા અંગે વિધાર્થીઓ, અગ્રણીઓ, સરકારી કર્મયોગીઓ, નગરજનો સહિતની નિકળેલ રેલીને જિલ્લા કલેક્ટરશ્રી એલ.પી.પાડલીઆએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નગરના મુખ્ય રસ્તાઓ પર પરિભ્રમણ કરીને સ્વચ્છતાનો સંદેશ લોકોને પહોંચાડવાનું સબળ માધ્યમ બની રહી હતી. ,
આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજમાં અને પ્રજામાં સ્વચ્છતાનો સંદેશ અભિન્ન અંગ બની જાય તે માટે તમામ ગ્રામ પંચાયતોમાં વિશિષ્ટ ગ્રામ સભાઓનું આયોજન કરી ૨ જી,ઓક્ટોબર પૂ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણીને તથા તેમના સ્વચ્છતા માટેના વિચારોને તથા ગ્રામોત્થાનના વિચારોને મૂર્તિમંત કરવામાં આવ્યા હતા..