અતિશય ગરમી/ હીટવેવ માટે જાહેર આરોગ્ય સલાહ : સામાન્ય વસ્તી માટે હાઇડ્રેટેડ રહો:
- જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ, પછી ભલે તમને તરસ ન હોય. તરસ એ નિર્જલીકરણ (ડીહાયડ્રેશન)નું સારું સૂચક નથી.
- મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.
- ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ORS) નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, બટર મિલ્ક/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો.
- મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાઓ.
શરીરને ઠાકેલું રાખો:
- મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.
- તમારું માથું ઢકિલું રાખો, સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો.
- તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો
સતર્ક રહો:
- રેડિયો સાંભળો; ટીવી જુઓ; સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઇટ https://mausan.imd.gov.in પરથી મેળવો.
બને તેટલું ઘરની અંદર રહો :
- હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.
- સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો.
- જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એકિટવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો.
- દિવસના ઠંડા ભાગો દરમિયાન આઉટડોર પ્રવૃત્તિઓને ફરીથી શેડ્યૂલ કરો અથવા પ્લાન કરો.
સંવેદનશીલ વસ્તી માટે :
- જો કે કોઇપણ સમયે કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે.
- કેટલાક લોકો વધુ જોખમમાં છે અન્ય કરતાં અને વધારાનું ધ્યાન આપવું જોઇએ.
કોના માટે વધુ જોખમ કારક છે તે વ્યક્તિઓમાં :
- શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિક બીમારી હોય, જે લોકો શારીરિક રીતે બીમાર છે, ખાસ કરીને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય, ઠંડા વાતાવરણ માંથી ગરમ વાતાવરણમાં આવતા લોકો, જો આવી વ્યક્તિઓ હીટવેવ દરમિયાન મુલાકાત લેતા હોય, તો તેઓ તેમના શરીરને ગરમીને અનુરૂપ થવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. ગરમ વાતાવરણમાં એક્સપોઝર / શારીરિક પ્રવૃત્તિમાં ક્રમશઃ વધારો કરીને અનુકૂલન પ્રાપ્ત થાય છે.
અન્ય સાવચેતીઓ :
- એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થાનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.
- તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલો.
- દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરો.
- શરીરને ઠંડુ કરવા માટે પંખા ભીના કપડાનો ઉપયોગ કરો.
આટલું ના કરો :
- તડકામાં બહાર નીકળવાનું ટાળો, ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે બપોરે બહાર હોય ત્યારે સખત પ્રવૃત્તિઓ ટાળો.
- ખુલ્લા પગે બહાર ન જાવ.
- ઉનાળાના પીક કલાકો (સૌથી ગરમ સમય) દરમ્યાન રસોઈ કરવાનું ટાળો રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.
- ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળો – જે વાસ્તવમાં, શરીરના વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.
- ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.
- પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.
રોજગારદાતા અને કામદારો માટે :
- કામના સ્થળે ઠંડુ પીવાનું પાણી આપો અને તેમને હાઇડ્રેટેડ રહેવા માટે દર 20 મિનિટે અથવા વધુ વખત એક કપ પાણી પીવાનું યાદ કરાવો.
- સીધો સૂર્યપ્રકાશ ટાળવા માટે કામદારોને સાવધાન કરો.
- કામદારો માટે શેડ વર્ક એરિયા પ્રદાન કરો કામના સ્થળે કામચલાઉ આશ્રય બનાવી શકાય છે.
- દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજના કલાકો માટે સખત અને આઉટડોર જોબ્સ શેડ્યૂલ કરો.
- આઉટડોર પ્રવૃત્તિઓ માટે આરામના સમયમાં વધારો કરવો અને વારંવાર આરામ આપવો અને – 1 કલાક મજૂરી કામ પછી ઓછામાં ઓછા દર 5 મિનિટ આરામ કરવો.
- રેડિયો સાંભળો; ટીવી જુઓ; સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો અને તે મુજબ કાર્ય કરો.
- ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઇટ https://mausam.imd.gov.in/ પર હવામાનની નવીનતમ અપડેટ મેળવો.
- વધારાના કામદારોને કામ સોપો અથવા કામની ગતિ ધીમી કરો.
ખાતરી કરો કે દરેક વ્યક્તિ યોગ્ય રીતે અનુકૂળ છે :
- ગરમ આબોહવાને અનુકૂળ થવામાં અઠવાડિયા લાગે છે. કામના પ્રથમ પાંચ દિવસ માટે એક દિવસમાં ત્રણ કલાકથી વધુ કામ કરો નહી. ધીમે ધીમે પ્રવૃત્તિમાં અને કામનો સમયમાં વધારો કરવો.
- કામદારોને એવા પરિબળોને ઓળખવા માટે તાલીમ આપો જે ગરમી સંબંધિત બીમારી થવાનું જોખમ વધારી શકે છે અને ગરમીના તાણના ચિહ્નો અને લક્ષણો અને “સહકારી વ્યવસ્થા” શરૂ કરો કારણ કે લોકો તેમના પોતાના લક્ષણોની નોંધ લે તેવી શક્યતા ઓછી છે.
- પ્રશિક્ષિત ફર્સ્ટ એઇડ પ્રદાતાઓ ઉપલબ્ધ હોવા જોઈએ અને ગરમી સંબંધિત બીમારીની ઘટના માટે ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન વો જોઈએ.
- સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો અથવા અમુક દવાઓ લેનારાઓએ ગરમીમાં કામ કરવા વિશે તેમના ચિકિત્સકો સાથે ચર્ચા કરવી જોઈએ.
- જો બહાર કામ કરતા હોય તો હળવા રંગના કપડા પહેરવા ખાસ કરીને લાંબી બાંયનો શર્ટ અને પેન્ટ, અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને રોકવા માટે માથું ઢાંકી દો.
કર્મચારીઓ માટે જાગૃતિ ઝુંબેશ ગોઠવો :
- કાર્યસ્થળ પર તાપમાન અને આગાહી પ્રદર્શન સ્થાપિત કરો.
- માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કરો અને એમ્પ્લોયર અને કામદારો માટે અતિશય ગરમીની આરોગ્ય પર થતી અસર અને ઉચ્ચ તાપમાન દરમિયાન પોતાને બચાવવા માટે કયા પગલા લેવી તે અંગેની તાલીમનું આયોજન કરો. જો તમને ઉચ્ચ શરીરનું તાપમાન અને ક્યાં તો બેભાન, મૂંઝવણ, અથવા પરસેવો બંધ થઈ ગયેલ વ્યક્તિ મળેતો તરત જ 108 પર કૉલ કરો.
- મદદ મળે ત્યાં સુધી વ્યક્તિને તરત જ ઠંડુ કરવા માટે જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડી, ત્વયાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું અને વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો.