Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ૨૧ ઓગષ્ટે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા ૨૨ ઓગષ્ટે જિલ્લા સ્વાગત...

દાહોદ જિલ્લામાં ૨૧ ઓગષ્ટે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા ૨૨ ઓગષ્ટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે : મોડામાં મોડા ૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે તથા ચોથા ગુરૂવાર પહેલાના બુધવારે મામલતદારની કચેરીમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સદર કાર્યક્રમમાં વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કલેક્ટર વિજય ખરાડીની નોંધ પરના આદેશાનુસાર માહે ઓગષ્ટ-૨૦૧૯ ના તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૦૮/૨૦૧૯ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૮/૨૦૧૯ ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવશે તથા કલેક્ટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓંચિતી મુલાકાત લઇ તાલુકા સ્વાગત કાર્યક્રમના સંચાલનની બાબતો ચકાસશે. ૨૧ ઓગષ્ટ ર૦૧૯ ના રોજ વર્ગ ૧ ના અધિકારીઓ સવારે ૧૧:૦૦ વાગે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોનું રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તદનુસાર દેવગઢ બારીયા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, ધાનપુર તાલુકામાં પોલીસ અધિક્ષક, દાહોદ, ગરબાડામાં મદદનીશ કલેકટર અને પ્રાંન્ત અધિકારી દાહોદ, ફતેપુરામાં પ્રાયોજના વહિવટદાર, લીમખેડામાં નિયામક ડી.આર.ડી.એ.-દાહોદ, દાહોદમાં જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ, ઝાલોદમાં જિલ્લા આયોજન અધિકારી-દાહોદ, સંજેલીમાં નાયબ કલેકટર અને પ્રાંન્ત અધિકારી ઝાલોદ કામગીરી કરશે. ફેબ્રુઆરી ૨૦૧૧ થી ગ્રામ સ્વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પશ્નો/રજુઆત અંગેની અરજી ²મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી² તેવા મથાળા હેઠળ સંબધિત ગામના તલાટી/મંન્ત્રીને સંબોધીને તારીખ ૧ થી ૧૦ સુધીમાં કરવાની રહેશે. તા. ૧૦/૦૮/૨૦૧૯ સુધીમાં મળેલી અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવવામાં આવશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને ² તાલુકા સ્વાગત કાર્યક્રમ² એમ અરજી મથાળે લખી અરજી ૧૦ ઓગષ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે કલેકટર કચેરીને જિલ્લા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી અરજી ૧૦ ઓગષ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે. દાહોદના નિવાસી અધિક કલેકટરએ એક અખબારી યાદીમાં ઉપરોકત માહિતી આપી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments