EDITORIAL DESK – DAHOD
ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિનને રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં આઠમાં રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી જિલ્લાના ૧૬૦૫ મતદાન મથકો પર યોજવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકને સંબોધતાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં મતદાર બનનાર વિધાર્થી અને લાયકાત ધરાવતા મતદારોને મજબૂત લોકાશાહી માટે મતદારની ભૂમિકા અને મતદાનના મહત્વથી વાકેફ કરવા ભારતીય ચૂંટણી પંચ દ્રારા દર વર્ષે ૨૫ મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે જિલ્લા અને તાલુકા કક્ષાએ અલગ અલગ કાર્યક્રમો યોજાશે. દાહોદ જિલ્લામાં ૨૫મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિન ૧૬૦૫ મતદાન મથકોએ ઉજવાશે.
આ ઉજવણી દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ તથા રાજય સરકારની કચેરીઓમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. અને શાળા કક્ષાએ વિવિધ હરિફાઇઓ યોજાશે. સાથે તા. ૧/૧/૨૦૧૮ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા યુવાવર્ગને મતદાર બનાવવાનો તેમજ યુવા અને શતાયુ મતદારોને સન્માનિત કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્રારમ મતદાર સાક્ષરતા કલબની સ્થાપના શરૂ કરવામાના સંદર્ભમાં તા.૨૫/૧/૨૦૧૮ થી શરૂ કરાશે. આ વખતે ચૂંટણી પંચ દ્રારા સરળ ચૂંટણી પંચની ટીમ નકકી કરવામાં આવેલ છે. તેનાથી વિધાર્થીઓ- યુવા વર્ગને વાકેફ કરવામાં આવશે. તદઉપરાંત રાષ્ટ્રીય મતદાતા દિને દિવ્યાંગ મતદારો પર વિશેષ ભાર આપવામાં આવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.એમ.પ્રજાપતિએ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીનો મૂળભૂત હેતુ સમજાવતાં છેવાડાના જન સમુદાય સુધી આ સંદેશો પહોંચે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. આ વર્ષે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય મતદાતા દિન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને તા. ૨૫/૧/૨૦૧૮ ના રોજ એમ.વાય હાઇસ્કુલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી બપોરના ૧૨-૦૦ કલાક દરમિયાન યોજાશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામા, ચૂંટણી મદદનીશ અતુલ જોષી (કાકાજી) જિલ્લાના મુદ્રિત અને વિજાણુ માધ્યમના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી સ્ટાફ ગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.