Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ૩,૦૩,૦૦૭ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા

દાહોદ જિલ્લામાં ૩,૦૩,૦૦૭ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા

૧૪૦૯ રસીકરણ બૂથ, ૨૮૧૮ રસીકરણ ટીમ, ૧૦ મોબાઇલ ટીમ તથા ૭૩ ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા પોલીયો નાબૂદી અભિયાન કાર્યક્રમ અન્વયે દાહોદમાં દાહોદનાં સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પોલિયોના ટીપાં પીવડાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. તથા જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા ચાંદાવાડા નંદઘર ખાતેથી પોલિયોના ટીપાં પીવડાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશમાં બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી ભારતને પોલિયો મુકત બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવશે. કુલ ત્રણ દીવસ સુધી આ કાર્યક્રમ ચાલશે. વધુમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યું હતું, કે કોઈ બાળક રહી જાય તે માટે ૨૪ અને ૨૫ જુને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણથી બાકી નથી તેની ખાત્રી કરશે અને જો પોલીયો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments