THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ]
- આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે આરોગ્ય વન રાબડાલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- વૃક્ષ ઉછેરવા જેવું કોઇ પુણ્ય નથી અને વૃક્ષ કાપવા જેવું કોઇ પાપ નથી – મંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લામાં ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને ૭૦ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી બદબાભેર કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ અને વન વિભાગ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય વિદ્યાલય, દાહોદના પ્રાંગણમાં યોજાયલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે વૃક્ષોનું મહત્વ સમજાવતા કહયુ હતું કે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણી સંસ્કૃતિમાં પણ વૃક્ષોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દરેક વૃક્ષમાં ઈશ્વરનો વાસ છે એમ સમજીને નવી પેઢીએ વૃક્ષોનું જતન કરવું જોઇએ.
આ વર્ષે સામાજીક વનીકરણ વિભાગ પોણા કરોડ જેટલા વૃક્ષો દાહોદમાં વાવવાનું સુંદર આયોજન કર્યુ છે. તે કામને હું બીરદાવું છું. ગામડાના ખેડૂતોએ વૃક્ષોની ખેતીની સરસ કામગીરી હાથમાં લીધી છે. આ કામગીરીમાં રાજય સરકારની યોજનાઓ પણ ખૂબ મદદરૂપ થાય છે. નીલગીરી, ચંદન, સરગવા વગેરે વૃક્ષો વાવી ખેડૂતો સમૃધ્ધ થઇ શકે છે. વૃક્ષ ઉછેરવા જેવું કોઇ પુણ્ય નથી અને વૃક્ષ કાપવા જેવું કોઇ પાપ નથી. આવનારા દિવસોમાં દાહોદ જીલ્લામાં હરિયાળી કાંન્તી સર્જાય તેવી શુભેચ્છાઓ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાયલા આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લાર્ભાથીઓને ચેક પણ વિતરીત કરવામાં આવ્યા હતા.