THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માનવ જીવનમાં આરોગ્યને સાચવવાના અભિગમમાં મહિલાનું યોગદાન કેન્દ્ર સ્થાને હોય જેમાં મહિલાઓના તથા જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે વિવિધ નિઃશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
શિબિરોમાં મુખ્ય આરોગ્ય સેવાઓ :
મહિલાઓ માટે આરોગ્ય સ્ક્રીનિંગ: હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સ્તન કેન્સર, મુખ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, કિશોરીઓ અને મહિલાઓ માટે : એનિમિયા ચકાસણી અને કાઉન્સેલિંગ ટી.બી. તથા સિકલ સેલ રોગ માટે નિદાન અને કાઉન્સેલિંગ, પ્રસૂતિ પૂર્વ તપાસ (ANC), મમતા કાર્ડ વિતરણ અને રસીકરણ સેવાઓ, કિશોરીઓમાં માસિક સ્ત્રાવ સ્વચ્છતા, પોષણ અને આરોગ્યજીવન શૈલી અંગે જાગૃતિ કાર્યક્રમો, “નિક્ષય મિત્ર” નોંધણી ઝુંબેશ – ટીબી દર્દીઓ માટે સહાયકોની ભાગીદારી, સ્વૈચ્છિક રક્તદાન શિબિરો – 1 ઓક્ટોબર (રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ) નિમિત્તે વિશેષ કાર્યક્રમ
વિશેષ રસીકરણ દિવસો : તા. 17/09/2025 – મહા મમતા દિવસ (સગર્ભા માતાઓનું ટી.ડી. રસીકરણ), તા. 20/09/2025 – પંચગણી રસીકરણ, તા. 24/09/2025– પોલીયો રસીકરણ (OPV, IPV), તા. 25/09/2025 – મીઝલ્સ-રૂબેલા (MR) રસીકરણ, તા. 01/10/2025– મહા મમતા દિવસ
આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં આવેલા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), શહેરી આરોગ્ય કેન્દ્રો (UPHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDHSDHSDH), જીલ્લા હોસ્પિટલ DH, મેડીકલ કોલેજ ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે તથા મેડિકલ કોલેજો, ખાનગી હોસ્પિટલો, તજજ્ઞો, NGO તથા સરકારી હોસ્પિટલોના સહયોગથી આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “પોષણ મહિનો” સાથે સંકલિત હોવાથી જે માતા અને બાળ પોષણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો લાવવાની અપાર શક્તિ ધરાવે છે. મહિલાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાથી સમગ્ર પરિવારમાં અને સમાજમાં સશક્ત પરિવર્તન સર્જી શકાય છે.
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા દાહોદની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે “મહિલાઓએ પોતાનું અને પરિવારનું આરોગ્ય જાળવવા તથા પોતાના પરિવાર ને સશક્ત બનાવવા માટે આ આરોગ્ય શિબિરોમાં ચોક્કસ હાજરી આપવા અપીલ કરવામાં આવી છે , આ અભિયાન દાહોદ જિલ્લાના માનવજાતને સ્વસ્થ અને સશક્ત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.