ગુજરાત રાજ્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ઈમરજન્સી ૧૦૮ સેવા જાહેર જનતા માટે વિનામુલ્યે જુદા જુદા ઈમરજન્સી કેસમાં સેવા પૂરી પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ લોકેશન ઉપર ૩૨ જેટલી એમ્બ્યુલન્સ દરેક જનતા ને ૨૪ × ૭ સેવા પૂરી પાડે છે.
આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (E.M.T.) ની સેવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઘણા ક્રિટીકલ કેસોમાં જેવા કે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવી, સર્પદંશના કેસમાં સારવાર, અકસ્માતના કેસમાં સારવાર આપવી વગેરે જેવા અલગ અલગ કેસમાં આ સેવામાં E.M.T. તરીકે ફરજ બજાવતા કર્મચારી દર્દીને સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન મિત્રોને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૨ એપ્રિલના રોજ E.M.T. દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ ખાતે જિલ્લામાં ફરજ બજાવતા E.M.T., તાલુકા હેલ્થ હેલ્થ ઓફિસર દાહોદ ડો. ભગીરથભાઈ બામણીયા, ૧૦૮ સેવાના ઈમરજન્સી એક્ઝિક્યુટિવ મનોજકુમાર વિશ્વકર્મા, જીજ્ઞેશકુમાર પ્રજાપતિ તેમજ યોગેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં E.M.T. દિવસની ઉજવણી કરીને E.M.T. કર્મચારીઓની સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉજવણીમાં દાહોદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા E.M.T. ની કાર્યનિષ્ઠને ખૂબ બિરદાવવામાં આવી હતી.