Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સુરક્ષિત હિન્દુ, સમુદ્ધ હિન્દુ અને સન્માન...

દાહોદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સુરક્ષિત હિન્દુ, સમુદ્ધ હિન્દુ અને સન્માન યુક્ત હિન્દુના નારાઓ સાથે ભવ્ય બેઠકનું થયું આયોજન

THIS NEWS IS SPONSORED BY – RAHUL HONDA

Booking open price – 64900/-
દાહોદમાં આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદની બેઠકમાં દાહોદ જિલ્લાની ટીમની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી આવનાર કાર્યક્રમો અને જિલ્લાના તેમજ પ્રાંતના વર્ગો વિશે માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ સ્વતંત્ર હિન્દુ પરિષદ છે અને આ સંગઠન દેશમાં વસતા તમામ હિન્દુ ભાઈઓ, બહેનો અને બેટીની સુરક્ષા અને હક્કો માટે ઊભા થતાં પડકારો સામે ઝઝૂમતું સંગઠન છે. રાજુભાઈએ કહ્યું કે કેમ આજ સંગઠનમાં જોડાઈ એ ?  કારણકે આ સંગઠન આપણા સમાજની જૂની સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના લોકો સાથે રહી અને તેના માટે લડત આપતું સંગઠન છે. આ કાર્યક્રમમાં પ્રાંતના સહ સંગઠન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ, પ્રાંતના અધ્યક્ષ કિશોરભાઈ કબાટવાલા, પ્રાંત સંયુક્ત મહામંત્રી હસમુખ રૈયાણી, વી.એચ. પટેલ જિલ્લા અધ્યક્ષ, નાનુભાઈ માવી પ્રાંત રાષ્ટ્રીય બજરંગદળ મંત્રી, જીગ્નેશ પંચાલ જિલ્લા સંયુક્ત મહામંત્રી, મોહન મહાવાર જિલ્લા ઉપાધ્યક્ષ, હેતલબેન ભટ્ટ જિલ્લા અધ્યક્ષા રાષ્ટ્રીય મહિલા પરિષદ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને આ બેઠકની આભાર વિધિ જિલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments