- કોરોના મહામારીમાં જીવના જોખમે રજાના દિવસોમાં પણ આરોગ્યકર્મી ઓએ સેવા આપી હતી.
- પડતર પ્રશ્નો બાબતે કાર્યવાહી કરવા મંત્રી ઋષિકેશ પટેલ અને નિમિષાબેન સુથારને ભલામણ પત્ર લખ્યો
દાહોદ જીલ્લા સહિત રાજ્યમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. અને માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તે બાબતે આરોગ્ય અધિકારીઓએ વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પડતર પ્રશ્નો તાત્કાલિક હલ કરવા માટે કાર્યવાહી કરવા ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાએ આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારને પત્ર લખી કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. કોરોના મહામારીમાં આરોગ્ય કર્મીઓએ પોતાની અને પરિવારની પણ ચિંતા કર્યા વગર જીવના જોખમે સેવા આપી હતી. જેમાં સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જેથી આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની પડતર પ્રશ્નોને ધ્યાને લઇ નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.