EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને કે.વી.આઇ..સી. અમદાવાદ દ્વારા અમલીકૃત રાજ્ય/કેન્દ્ર સરકારશ્રીની કુટીર ઉધોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ સ્વરોજગાર લક્ષી યોજનાઓના સઘન અમલીકરણ તથા ધિરાણ સંબંધે બેંકો સાથે પરામર્શ તથા ચાલુ વર્ષની ૧૦૦ ટકા સિધ્ધી મેળવવાના આયોજન માટે જિલ્લા કક્ષાનો બેંકર્સ સેમિનાર કલેક્ટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષશ્રીના સ્થાને જિલ્લા ઉધોગ કેન્દ્રની કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો.
આ સેમિનારમાં કલેકટરશ્રી જે. રંજીથકુમારે જણાવ્યું હતુ; બાજપાઇ બેંકેબલ યોજનામાં ફાળવેલ લક્ષ્યાંક આપણા જિલ્લાનો ઓછો છે. તેમ છતાં સિધ્ધિ ઓછી છે. જે તાકીદે પરિપૂર્ણ કરી જિલ્લામાં બે રોજગાર યુવાન/યુવતિઓને રોજગારી મળી રહે તેવા પ્રયત્ન કરવા તમામ બેંકો સંવેદના સાથે કાર્યવાહી કરવી.
વધુમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની અમલીકૃત કુટીર ઉધોગ અને એમ.એસ.એમ.ઇ.સેકટરના ઉધોગોને મળતી સહાયની જાણકારી સારી રીતે મળી રહે તે માટે બહોળો પ્રચાર/પ્રસાર કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ હતુ કે ગરીબ વ્યકિત આર્થિક રીતે સધ્ધર થાય તેવો કેન્દ્ર અને રાજય સરકારનો મૂળભૂત ઉદેશ છે. ત્યારે જે તે બેંકોમાં મોકલાવા કેસોનું ચોકકસ નિરિક્ષણ કરી તેને મંજુર કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. સામાન્ય કચેરી હોય તો સંબધિત અધિકારીને પૂર્તતા કરવા દૂર સંચાર માધ્યમ કે અન્ય ઝડપથી થતા માધ્યમ દ્રારા સંદેશો પહોંચાડી પૂર્તતા કરવા બેંક મેનેજરશ્રીઓને અપીલ કરી હતી. યોગ્ય વ્યકિતને લોન-સહાય મળે તેની ખાસ તકેદારી રાખવા, સહાય બેવડાઇ જાય તેવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓ બેંકોના અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા ઉધોગ કેન્દ્રની અમલીકૃત કુટિર ઉધોગ અને એમ.એસ.એમ ઇ.સેકટરના ઉધોગોને મળતી સહાય જાણકારી સારી રીતે મળી રહે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ ઉધોગ કેન્દ્રના સંબંધિત અધિકારી/ કર્મચારીઓને તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રાએ જિલ્લા ઉધોગ કેન્દ્રની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓ, આધાર લીંક કરવા સાથે જે તે બેંકોના એ.ટી.એમ.કાર્ડની સવલત મળી રહે તે પર વિશેષ ભાર મુકયો હતો.
સેમિનારમાં દાહોદ જિલ્લા લીડ બેંક મેનેજરશ્રી રજનીકાંત મુનિયાએ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના.. મેનેજરશ્રી મહેતાએ જિલ્લા ઉધોગ કેન્દ્રની દરેક યોજનાઓના લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા તમામ બેંક મેનેજરશ્રીઓને ભાર પૂર્વક જણાવ્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજર શ્રી પી.એમ. હિંગુએ સ્વાગત પ્રવચન કરતા અને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતાં જણાવ્યું હતું. કે ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે કામગીરી પરિપૂર્ણ થાય તે જરૂરી છે. તેમને બાજપેઇ બેંકબલ યોજનામાં ફાળવેલ લક્ષ્યાંક આપણા જિલ્લાનો ઓછો છે તેમ છતાં સિધ્ધી ઓછી છે. તેને પરિપૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ તબકકે જિલ્લામાં પ્રથમ ક્રમે સેન્ટ્રલ બેક ઓફ ઇન્ડીયા, પરેલ શાખા, દ્રિતિય ક્રમે પંચમહાલ, વડોદરા ગ્રામિણ બેંક, અભલોડ, તા. ગરબાડા, અને તૃતિય ક્રમે યુનિયન બેંક ઓફ ઇન્ડીયા દાહોદ શાખાએ સુંદર કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્તે બેંક મેનેજરશ્રીઓનું શાલ ઓઢાડી, પ્રશસ્તિપત્ર એનાયત અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર બેઠકનું સંચાલન ઉધોગ કેન્દ્રના શ્રી કે.એન. સંગાડાએ અને આભારવિધિ મહેશ વસૈયાએ કરી હતી.
આ સેમિનારમાં જિલ્લાની તમામ બેંકોના મેનેજરશ્રીઓ-પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા