મુખ્ય મંત્રીશ્રીના નૂતન અભિગમ અન્વયે લોકોને સ્થાનિક પ્રશ્નો અને ફરીયાદો લઈને ઉચ્ચ કક્ષાએ સચિવાલય સુધી આવવું ના પડે તેમજ લોકોની સુખાકારી વધારવા માટે તેમની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે તથા લોકોના જે તે કક્ષાના સ્થાનિક પ્રશ્નો અને ફરીયાદો સ્થાનિક કચેરી દ્વારા તાત્કાલિક નિકાલ થાય તે માટે જે તે કક્ષાના વહીવટી તંત્રની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.
જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ અને સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૫/૨/૨૦૧૬ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાક થી ૧૨.૦૦ કલાક દરમ્યાન કલેકટર કચેરી કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટરશ્રી એમ.એ.ગાંધીના અદયક્ષ સ્થાને યોજાશે. જિલ્લા કક્ષાને લગતા પ્રશ્નો સંબધિત કચેરીમાં અલગ અલગ અરજી કરવાની રહેશે. પ્રશ્નો તા. ૧૦/ ૦૨/૨૦૧૬ સુધીમાં મોકલી આપવાના રહેશે. અરજી પર ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ ” લખવાનું રહેશે .
રાજયના લોકોની સુખાકારી વધારવા અને ફરીયાદનું સમયસર નિવારણ થાય લોકોના જે.તે કક્ષાના પ્રશ્નો ફરીયાદો જે.તે કક્ષાની જે તે કચેરી દ્રારા નિકાલ થાય અને સચિવાલય સુધી લોકોને આવવું ન પડે તેવા શુભ આશયથી રાજય સરકાર દ્રારા શરૂ કરાયેલ તાલુકા કક્ષાના ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં દાહોદ,ગરબાડા, ધાનપુર, લીમખેડા, દે.બારીયા, ઝાલોદ, સંજેલી અને ફતેપુરા ખાતે મામલતદારશ્રીના અદયક્ષ સ્થાને મામલતદારશ્રીની કચેરી ખાતે આગામી ચોથા બુધવાર તારીખ ૨૪/૨/૨૦૧૬ ના સવારના ૧૧. ૦૦ કલાકથી ૧૨.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે.
તાલુકા કક્ષાને લગતા પ્રશ્નો સંબધિત કચેરીમાં તા. ૧૦/ ૦૨/૨૦૧૬ સુધીમાં મોકલી આપવાના રહેશે. પ્રશ્ન મુજબ અલગ અલગ અરજી આપવાની રહેશે. અરજી પર ફરીયાદ નિવારણ ” તાલુકા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે.